16 માર્ચે રાષ્ટ્રીય રસીકરણ દિવસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pteejacbyrf5u18f/" left="-10"]

16 માર્ચે રાષ્ટ્રીય રસીકરણ દિવસ


લેખન
આ.સી. પ્રો ડો સચિન જે પીઠડીયા G.E.S Class 2
સરકારી વિનયન કોલેજ ભેંસાણ

રાષ્ટ્રીય રસીકરણ દિવસ એટલે કે, નેશનલ વેક્સિનેશન ડે દર વર્ષે 16 માર્ચે મનાવામાં આવે છે. તેને મનાવા પાછળ પોલિયો વેક્સિન છે. જી હાં. 16 માર્ચ 1995ના દિવસે પહેલી વાર દેશમાં જીવન રક્ષક પોલિયો વેક્સિનેશન આપવાનું આવ્યું હતું. નેશનલ વેક્સિનેશન ડે ભારત સરકારની પોલિયો ઉન્મૂલન કાર્યક્રમ પલ્સ પોલિયોનો જશ્ન મનાવે છે, જે ભારતમાંથી પોલિયો ઉન્મૂલન માટે એક ઉલ્લેખનીય પહેલ હતી. કાર્યક્રમ અનુસાર 0થી 5 વર્ષના બાળકોને પોલિયો વેક્સિનના બે ટીપ આપવામાં આવ્યા હતા.

ભારતમાં પલ્સ પોલિયો કાર્યક્રમ એક મોટી સફળતા બની ગયું છે, કારણ કે, 2014માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતને પોલિય મુક્ત દેશ જાહેર કર્યો હતો. કથિત રીતે, ભારતમાં પોલિયોનો છેલ્લો કેસ 2011માં પશ્ચિમ બંગાળમાં નોંધાયો હતો. પોલિયો કાર્યક્રમની સફળતા બાદ, ભારતમાં ટીબી અને ટિટનેસ જેવી બહું ગંભીર બિમારીઓ વિરુદ્ધ પણ રસીકરણ અભિયાન ચલાવામાં આવ્યા હતા.

શા માટે મનાવામાં આવે છે નેશનલ વેક્સિનેશન ડે

છેલ્લા કેયલાક દાયકામાં રસીકરણ દુનિયાભરમાં જીવલેણ બિમારીઓથી લડવા માટે એક મહત્વપૂર્ણ હથિયાર બની ગયું છે. નેશનલ વેક્સનેશન ડે 2023 રસીની ભૂમિકા અને તેમના મહત્વ પર પ્રકાશ પાડે છે. હાલના સમયમાં વેક્સિન દ્વારા નિભાવામાં આવેલી ભૂમિકાને નજરઅંદાજ કરી શકાય નહીં.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ અનુસાર વેક્સિન દર વર્ષે લગભગ 2થી 3 મિલિયન લોકોને બચાવે છે કારણ કે, કોવિડ મહામારી સમગ્ર દુનિયામાં ફેલાયેલી છે, એટલા માટે ભારત સરાકર પ્રત્યેક નાગરિકને રસી લગાવવા માટે જરૂરી પગલા ઉઠાવી રહી છે.

રિપોર્ટર સુદીપ ગઢિયા
9909622115
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]