ઘોડિયાર નદિનાથ મહાદેવ ખાતે મહી પૂનમ ભવ્ય મેળો ભરાયો
કડાણા તાલુકાના નદિનાથ મહાદેવ ખાતે મહીપૂનમ મેળામા હજારો ભક્તોની ભીડ જામી હતી.
મહીસાગર જીલ્લાના કડાણા ઘોડિયાર ગામે નદીનાથ મહાદેવ મંદિર આવેલ છે. વર્ષથી ભક્તોની શ્રધ્ધા અને આસ્થાના પ્રતિક નદિનાથ મહાદેવ મંદિરે મહા મહીનાની પૂનમે મેળો ભરાય છે. જ્યાં આજુબાજુના તાલુકા તેમજ કડાણા તાલુકાની સીમમાં આવેલ રાજસ્થાનના ભાક્તો અહીયા મહિપૂનમના મેળાની મજા માણવા આવતા હોય છે. મહીપૂનમના આગલા બે દિવસથી જ ભક્તોની ભીડો જોવા મળતી હોય છે.
જ્યારે ઘોડીયાર નદીનાથ મહાદેવ મંદિરમા પણ ત્રણ દિવસનો મેળો ભરાતો હોય છે. ઘોડીયાર નદીનાથ મહાદેવ મંદિર ખાતે ડુંગરની ટોચ ઉપર્ દ્વાદર્શ જ્યોતિર્લીંગ મંદિર તથા નવદુર્ગા મંદિર તેમજ શિવજીની ઉચી પ્રતિમા અહીયાનુ આકર્ષણનુ કેન્દ્ર હોવાથી આ મુકામે ભક્તો તેમજ પ્રવાસીઓની ભીડ જોવા મળતી હોય છે. મહીસાગર નદીનાં કીનારે જિલ્લાની આદિવાસી પ્રજા ઉમટી પડે છે.
મહીનદીના બેટમાં આવેલ રાઠડાબેટ, રેલવા, પછેર, મઠકોટલની આદિવાસી પ્રજા હોડી તથા નાવડા દ્વારા પાણીના રસ્તે અહિયા માનતાઓ પુર્ણ કરવા આવતા હોય છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.