છેલ્લા પાંચ માસથી નેત્રંગ પોલીસ સ્ટેશનનાં ત્રણ પ્રોહીબીશનનાં અલગ-અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી નેત્રંગ પોલીસ

નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અમોને બાતમીદારથી મળેલ કે “સ્ટેશનનાં ત્રણ પ્રોહીબીશનનાં અલગ-અલગ ગુનામાં નાસતા ફરતો આરોપી બલવીર બળદેવ વસાવા(ઉ.વ.૪૬) રહે.કાલીજામણ, તા.ઉમરપાડા, જી.સુરતનાઓ પોતાના ઘરે હાજર છે.” તે મુજબની બાતમી મળતા નેત્રંગ પોલીસે ઉમરપાડા પોલીસનો સંપર્ક કરીને તેમની મદદ મેળવીને આરોપીનાં ઘરે તપાસ કરતા ઘરમાં એક ઇસમ સ્વેટર પહેરીને બેઠો હતો તેની પુછપરછ કરતા પોતે બલવીરભાઇ ઉર્ફે બળદેવભાઇ ઉમેદભાઇ વસાવા નાઓ હોવાનું જણાવે છે. જેથી સદર આરોપીને પકડી પાડીને ગુનાના કામે હસ્તગત કરવામાં આવેલ છે.

સદર કામગીરી પો.સ.ઈ. એસ.વી.ચુડાસમાં તથા અ.હે.કો અજીતભાઇ, અનિલભાઇ, તથા પો.કો. અજીતભાઇ,પ્રકાશભાઇ, જેશલભાઇ તથા ઉમરપાડા પોલીસ દ્વારા ટીમ વર્ક સાથે કરવામાં આવેલ છે.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »