જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
મહીસાગર જિલ્લાના પ્રભારી મંત્રીઅને પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી. આ ઉપરાંત જિલ્લા આયોજન મંડળના કામોની સમીક્ષા, ચોમાસું-૨૦૨૪ અન્વયે કરવામાં આવેલ કામગીરી અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં મંત્રી બચુભાઈ ખાબડએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૨૦૪૭ ના વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા જિલ્લાનો વિકાસ થવો ખૂબ જરૂરી છે. રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને દરેક વિકાસકામ સમયમર્યાદામાં ગુણવત્તાસભર થાય તે ખૂબ જ આવશ્યક છે. જે અનુસંધાને પદાધિકારી-અધિકારીઓ અને વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવી કામ કરવું ખૂબ જ જરૂરી છે.આ બેઠકમાં વર્ષ ૨૦૨૩-૨૪ના વિવિધ જોગવાઈના બાકી પ્લાન અંદાજોની વિગત, તમામ યોજના (૨૦૧૯-૨૦,૨૦૨૦-૨૧,૨૦૨૧-૨૨)માં પૂર્ણ,પ્રગતિ અને શરૂ ન થયેલ કામો, એ ટી વી ટી યોજના હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૩-૨૪ નાં પૂર્ણ, પ્રગતિ અને શરૂ ન થયેલ કામોની અને સાંસદ જસવંતસિંહ ભાભોરના પૂર્ણ,પ્રગતિ અને શરૂ ન થયેલ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત ચોમાસું-૨૦૨૪ પૂર્વ તૈયારી અન્વયે કરવામાં આવેલ કામગીરી અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.