વિરપુર ગ્રામ પંચાયત ખાતે આંગણવાડી કેન્દ્ર નંબર ૧ મા પોષણ સ્પર્ધા યોજાઈ…
૨૯ જેટલી આંગણવાડી કેન્દ્રની બહેનો દ્વારા ૮૭ જેટલી વાનગીઓ બનાવવામાં આવી..
મહીસાગર જિલ્લાના વીરપુર આંગણવાડી કેન્દ્ર નંબર 1 માં પોષણ ઉત્સવ સ્પર્ધા યોજાઈ,આ કાર્યક્રમમાં આંગણવાડીમાં મળતા ટી એચ આર ના પેકેટ બાલ શક્તિ માતૃશક્તિ પૂર્ણ શક્તિ ના પેકેટ માંથી બનતી વાનગીઓ મિલેટમાંથી બનતી ખાસ પ્રકારની વાનગીઓ લાભાર્થી માતાઓ અને કિશોરીઓ દ્વારા તૈયાર કરવામાં આવી, જેમાં મિલેટ ધાન્યની વાનગીમાં ત્રણ બહેનો વિજેતા ટી એચ આર વાનગીમાં ત્રણ બહેનો વિજેતા જાહેર કરેલ,તેમજ મુખ્ય સેવિકા ચેતનાબેન પરમાર તેમજ બ્લોક કોર્ડીનેટર સોલંકી સજ્જનસિંહ દ્વારા પોષક તત્વો મિલેટ ખાવાના ફાયદાની સમજ આપવામાં આવી તેમજ બજારુ વાનગીઓ અને પેકેટ ના ખાવા સ્વચ્છતા જાળવવા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં સ્થાનિક ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી,રમેશભાઈ,ડી ચૌહાણ પટેલ સતીશભાઈ વહીવટદાર પટેલ નરેશભાઈ તેમજ શાળાના આચાર્ય,સેક્રેટરી સહિતના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.