રાહુલ સહિત કોંગ્રેસના અનેક નેતાઓ કસ્ટડીમાં, બેરિકેડ પરથી કૂદ્યા પ્રિયંકા ગાંધી - At This Time

રાહુલ સહિત કોંગ્રેસના અનેક નેતાઓ કસ્ટડીમાં, બેરિકેડ પરથી કૂદ્યા પ્રિયંકા ગાંધી


દિલ્હી પોલીસ અટકાયતમાં લેવાયેલા કોંગ્રેસના નેતાઓને કિંગ્સવે કેમ્પ પોલીસ લાઈન્સ લઈ આવી છે. મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ અને રંજીત રંજન સહિત કોંગ્રેસના અન્ય સાંસદોને અહીં લાવવામાં આવ્યા છે.

કોંગ્રેસ મોંઘવારી અને બેરોજગારી સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એઆઈસીસી હેડક્વાર્ટર ખાતે એકઠા થયા હતા. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે જ રાજ્યસભાના સાંસદો કાળા કુર્તા અને પાઘડી પહેરીને સંસદ પહોંચ્યા હતા. કોંગ્રેસના કાર્યકરો રોડથી સંસદ સુધી વિરોધ કરી રહ્યા છે.

PMના નિવાસસ્થાને જઈને બતાવવા માંગીએ છીએ મોંઘવારી - પ્રિયંકા ગાંધી

કસ્ટડીમાં લીધા બાદ પ્રિયંકા ગાંધીએ સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારને લાગે છે કે જે પણ વિપક્ષમાં છે તે તેને દબાવી શકે છે. તેઓ વિચારે છે કે અમે સમાધાન કરીશું. તેમના મંત્રીઓ કહે કે, મોંઘવારી નથી. અમે વડાપ્રધાનના નિવાસસ્થાને જઈને મોંઘવારી બતાવવા માંગીએ છીએ.

કોંગ્રેસના નેતાઓ કિંગ્સવે કેમ્પ પોલીસ લાઈનમાં લઈ આવ્યા

દિલ્હી પોલીસ અટકાયતમાં લેવાયેલા કોંગ્રેસના નેતાઓને કિંગ્સવે કેમ્પ પોલીસ લાઈન્સ લઈ આવી છે. મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ અને રંજીત રંજન સહિત કોંગ્રેસના અન્ય સાંસદોને અહીં લાવવામાં આવ્યા છે.

પ્રિયંકા ગાંધીની કરાઈ અટકાયત 

પોલીસે પ્રિયંકા ગાંધીને પણ કસ્ટડીમાં લીધા છે. જેનો કોંગ્રેસના કાર્યકરો જોરદાર વિરોધ કરી રહ્યા છે.

https://mp.newsreach.in/en/publisher_news_feed" method="get">

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon