ચંદ્રશેખર આઝાદ અને લોકમાન્ય ટિળકને તેમના જન્મદિને વડાપ્રધાનની શ્રધ્ધાંજલિ - At This Time

ચંદ્રશેખર આઝાદ અને લોકમાન્ય ટિળકને તેમના જન્મદિને વડાપ્રધાનની શ્રધ્ધાંજલિ


- મા ભારતીના એ બંને સપૂતોએ રાષ્ટ્રમાં દેશભક્તિ અને હિંમતનો નાદ જગાવ્યો : મોદીનવી દિલ્હી, તા. ૨૩ચંદ્રશેખર આઝાદની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેઓને શ્રધ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે, 'ચંદ્રશેખર મા ભારતીના એક મહાન સપુત હતા. તેઓ દેશભક્તિ અને હિંમતનું મૂર્તિમંત સ્વરૃપ હતા. પોતાની 'મન કી બાત'નાં કથન સમયે પણ તેમણે આ વાત કરી હતી.' આ સાથે વડાપ્રધાને ભારતના અન્ય મહાન સપુત લોકમાન્ય તિલકને પણ તેઓની જન્મજયંતિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પી હતી.ઉલ્લેખનીય છે કે લોકમાન્ય તિલકે સ્વરાજ તે મારો જન્મસિદ્ધ હક્ક છે નો નારો વહેતો કર્યો હતો. તેઓએ દેશભરમાં 'અખાડા પ્રવૃત્તિ'ને વેગ આપવા અથાક પ્રયત્નો કર્યા હતા. તેઓ પોતે પણ સારા કસરતી હતા.ઉલ્લેખનીય છે કે ચંદ્રશેખર આઝાદ તો પોતે જ એક પહેલવાન હતા. એટલું જ નહીં પરંતુ એક 'ડેડ-શોટ' પણ હતા. તેઓ કછોટોવાળીને ધોતી પહેરતા હતા. તેની ઉપર પટ્ટો બાંધતા હતા. જે પટ્ટા સાથે રિવોલ્વર જોડાયેલી રહેતી. તેઓના 'સગડ' જ મળતા ન હતા. 'સગડ' મળ્યા ત્યારે બ્રિટિશ-હિંદની પોલીસ તેમની પાછળ પડી તેઓને શરણે થવા કહ્યું હતું પરંતુ 'માનું દૂધ લાજે' તેમ કહી રિવોલ્વર ખેંચી સામનો શરૃ કર્યો. આખરે ગોળીઓથી વિંધાઈ તેઓએ અંતિમ શ્વાસ લીધા પરંતુ શરણે ન થયા.લોકમાન્ય ટિળક મહારાજને અંગ્રેજો 'મોસ્ટ ડેન્જરસ ઓફ ઓલ ધ એકસ્ટ્રીમીસ્ટ' કહેતા. જ્યારે બંગાળમાં બિપિનચંદ્ર પાલ રાષ્ટ્રીય આંદોલનના એક અગ્રીમ નેતા હતા જ્યારે પંજાબમાં લાલા લજપતરાય સ્વાતંત્ર્ય આંદોલનના અગ્રણી હતા.તે વર્ષોમાં ૨૦મી સદીના પહેલા બે દશકમાં દેશમાં 'લાલ-બાલ- અને પાલ' (લાલા લજપતરાય, બાલગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ)નો ડંકો વાગતો હતો. તેવું કહેવાતું કે તેઓ પોતાનાં ઘરમાં રહેતા હતા તેથી વધુ જેલમાં રહેતા હતા. તે વીરોને ફરી શ્રધ્ધાંજલી. સાથે અન્ય શહીદો ખુદીરામ અને ભગતસિંહને પણ સ્મરી લઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.