ગણતંત્ર દિવસે મોદીએ બાંધ્યો બાંધણીનો સાફો:બંધગળાના કોટમાં જોવા મળ્યો પારંપરિક ને આધુનિકતાનો સંગમ, જુઓ PMની 2015થી અત્યાર સુધીની તસવીરો - At This Time

ગણતંત્ર દિવસે મોદીએ બાંધ્યો બાંધણીનો સાફો:બંધગળાના કોટમાં જોવા મળ્યો પારંપરિક ને આધુનિકતાનો સંગમ, જુઓ PMની 2015થી અત્યાર સુધીની તસવીરો


રવિવારે 76મા પ્રજાસત્તાક દિવસ પર વડાપ્રધાન મોદી ફરી એકવાર તેમના પહેરવેશને કારણે ચર્ચામાં છે. કર્તવ્ય પથ પહેલાં, વડાપ્રધાને વોર મેમોરિયલની મુલાકાત લીધી હતી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સમય દરમિયાન તેમણે સફેદ કુર્તા-પાયજામા સાથે ડાર્ક બ્રાઉન બંધ ગળાનો કોટ પહેર્યો હતો. આ સિવાય તેમણે પીળા-નારંગી રાજસ્થાની જોધપુરી બાંધણીની પાઘડી પહેરી હતી. વડાપ્રધાન દર વખતે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ પર વિવિધ પ્રકારની પાઘડી પહેરેલા જોવા મળે છે. 2014માં પહેલીવાર વડાપ્રધાન બન્યા બાદ આ સતત 11મું વર્ષ છે જ્યારે મોદી પાઘડી પહેરેલા દેખાયા છે. છેલ્લા 10 ગણતંત્ર દિવસ પર વડાપ્રધાન મોદીની તસવીરો... પ્રથમ તસવીર (26 જાન્યુઆરી 2024): બાંધણી પાઘડી બીજી તસવીર (26 જાન્યુઆરી 2023): લહેરિયા પાઘડી ત્રીજી તસવીર (26 જાન્યુઆરી 2022): ઉત્તરાખંડની પરંપરાગત ટોપી ચોથી તસવીર (26 જાન્યુઆરી 2021): હાલારી પાઘડી પાંચમી તસવીર (26 જાન્યુઆરી 2020): કેસરી રંગની પાઘડી છઠ્ઠી તસવીર (26 જાન્યુઆરી 2019): ભગવા રંગની પાઘડી સાતમી તસવીર (26 જાન્યુઆરી 2018): બાંધણી ડિઝાઇનની પાઘડી આઠમો ફોટો (26 જાન્યુઆરી 2017): ગુલાબી પાઘડી નવમી છબી (જાન્યુઆરી 26, 2016): પીળી પાઘડી દસમી તસવીર (26 જાન્યુઆરી 2015): બાંધણી પાઘડી 76મા પ્રજાસત્તાક દિવસ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો... રાષ્ટ્રપતિ મુર્મુએ કર્તવ્ય પથ પર લહેરાવ્યો ત્રિરંગો, 21 તોપોની સલામી; હેલિકોપ્ટરથી ફૂલો વરસ્યાં આજે દેશભરમાં 76માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સવારે 10:30 કલાકે કર્તવ્ય પથ પર તિરંગો ફરકાવ્યો હતો. 21 તોપોની સલામી આપવામાં આવી હતી. પછી પરેડ શરૂ કરવામાં આવી હતી. દ્રૌપદી મુર્મુ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે ગાડીમાં બેસીને કર્તવ્ય પથ પર પહોંચી હતી. તેમની પહેલાં પીએમ મોદી કર્તવ્ય પથ ખાતે આવ્યા હતા. પીએમ ત્યાં હાજર મહેમાનોને મળ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image