રાષ્ટ્રપતિ ચૂંટણી: આમ આદમી પાર્ટીએ યશવંત સિન્હાના સમર્થનનું કર્યું એલાન
નવી દિલ્હી, તા. 16 જુલાઈ 2022, શનિવારદેશના આગામી રાષ્ટ્રપદની ચૂંટણી માટે 18 જુલાઈના રોજ મતદાન થશે. મતદાન પહેલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો સાથે જ શાસક પક્ષ અને વિપક્ષી ટીમ એક્ટિવ મોડમાં છે. પોતાના પક્ષમાં અધિક સમર્થન મેળવવા માટે બંને તરફથી સખત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સતત બગડતા સમીકરણો વચ્ચે વિપક્ષ માટે સારા સમાચાર આવ્યા છે.કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી અને પંજાબની સત્તા પરની આમ આદમી પાર્ટીનો સાથ વિપક્ષી દળોને મળી ગયો છે. આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાનું સમર્થન કરવાનું એલાન કર્યું છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે શનિવારે યશવંત સિન્હાના સમર્થનનું એલાન કર્યું છે.આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે શનિવારે આ એલાન કરતા સંજય સિંહે કહ્યું કે, અમે દ્રૌપદી મુર્મૂનું સમ્માન કરીએ છીએ પરંતુ અમે મતદાન યશવંત સિન્હાના પક્ષમાં કરીશું. તેમણે આગળ કહ્યું કે, બધા સાસંદો અને ધારાસભ્યો યશવંત સિન્હાને પોતાનો મત આપશે. તેમણે કહ્યું કે, આ નિર્ણય અરવિંદ કેજરીવાલ અને પીએસીએ લીધો છે. આમ આદમી પાર્ટી તરફથી યશવંત સિન્હાના સમર્થનનું એલાન એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે ઝારખંડ મુક્તિ મોર્ચા અને બીજૂ જનતા દળ જેવી પાર્ટીઓ NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂના સમર્થનનું એલાન કરી ચૂકી છે. NDAમાં સામેલ દળો ઉપરાંત વિપક્ષ ટીમના અનેક દળો પણ અગાઉથી જ દ્રૌપદી મુર્મૂના સમર્થનનું એલાન કરી ચૂકી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની સહયોગી રહેલી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, વાયએસઆર કોંગ્રેસ, ટીડીપી, જનતા દળ (એસ), શિરોમણી અકાલી દળ, યુડીપીએ પણ NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂના સમર્થનનું એલાન પહેલાથી જ કરી ચૂકી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.