રાષ્ટ્રપતિ મુર્મુએ સંગમમાં સ્નાન કર્યું:સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યુ; 6 કલાકથી ટ્રાફિક જામમાં ફસાયા શ્રદ્ધાળુઓ; સંગમ રેલવે સ્ટેશન બંધ - At This Time

રાષ્ટ્રપતિ મુર્મુએ સંગમમાં સ્નાન કર્યું:સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યુ; 6 કલાકથી ટ્રાફિક જામમાં ફસાયા શ્રદ્ધાળુઓ; સંગમ રેલવે સ્ટેશન બંધ


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારે મહાકુંભમાં પહોંચ્યા હતા. તેમણે સંગમમાં સ્નાન કર્યુ હતું. ભગવાન સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યું હતું. તેમણે સ્નાન કરતા પહેલા માતા ગંગાને ફૂલ અર્પણ કર્યા હતા. આ પછી ગંગાની પૂજા અને આરતી કરી હતી. મુર્મુ અક્ષયવત અને લેટે હનુમાનજી મંદિરમાં દર્શન અને પૂજા કરશે. રાષ્ટ્રપતિની સાથે સીએમ યોગી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ છે. રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર સવારે 9.30 વાગ્યે બામરૌલી એરપોર્ટ પર ઉતર્યું. અહીં રાજ્યપાલ આનંદી બેન પટેલ અને સીએમ યોગીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાંથી તેઓ અરેલ પહોંચ્યા, પછી બોટમાં બેસીને સીએમ યોગી અને રાજ્યપાલ સાથે સંગમ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ સાંજે ચાર વાગ્યા સુધી પ્રયાગરાજમાં રહેશે. દ્રૌપદી મુર્મુ દેશના બીજા રાષ્ટ્રપતિ છે જે પ્રયાગરાજ મહાકુંભમાં ડૂબકી લગાવી છે. આ પહેલા ૧૯૫૪માં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે પણ મહાકુંભમાં સ્નાન કર્યું હતું. તસવીરો જુઓ - આજે મહાકુંભનો 29મો દિવસ છે. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 43.57 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં 63 લાખ લોકોએ સ્નાન કર્યું છે. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ પરિવાર સાથે સંગમમાં ડૂબકી લગાવી હતી. ભગવાન સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યુ હતું. મહાકુંભની અપડેટ્સ જાણવા માટે નીચે બ્લોગ વાંચો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image