કોંગ્રેસ પાર્ટી પરિવારના ખીસ્સામાં, તમે ઈચ્છો છો પાર્ટીની સંપત્તિ પણ તમારા ખીસ્સામાં આવેઃ પ્રસાદ - At This Time

કોંગ્રેસ પાર્ટી પરિવારના ખીસ્સામાં, તમે ઈચ્છો છો પાર્ટીની સંપત્તિ પણ તમારા ખીસ્સામાં આવેઃ પ્રસાદ


- રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, 'ભ્રષ્ટાચાર ખતમ થવાથી રાહુલ ગાંધી દુઃખી, કોંગ્રેસને જનતા મત ન આપે એમાં અમે શું કરીએ'નવી દિલ્હી, તા. 05 ઓગષ્ટ 2022, શુક્રવારભાજપના નેતા રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધી દ્વારા આજે સવારે યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સને ટાર્ગેટ કરીને રવિશંકર પ્રસાદે એવો દાવો કર્યો હતો કે, પીસી દરમિયાન રાહુલ ગાંધી ડરેલા હતા. કોંગ્રેસી નેતાના 'લોકશાહીના મોત' નિવેદન મામલે પ્રસાદે એવો આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસનું લોકતંત્ર ભ્રષ્ટાચારનું તંત્ર હતું. ભ્રષ્ટાચાર ખતમ થવાથી રાહુલ ગાંધી દુઃખી છે. સાથે જ એવો સવાલ કર્યો હતો કે, શું તમારી પાર્ટીમાં (કોંગ્રેસમાં) લોકશાહી હતી?પ્રસાદે જણાવ્યું કે, 'મોંઘવારી અને બેરોજગારી અંગેની ચર્ચામાં રાહુલ ગાંધી આવતા નથી. મોંઘવારી અને બેરોજગારીની ચર્ચા એક બહાનું જ છે. મૂળ તેઓ ઈડીને ડરાવી-ધમકાવીને પરિવારને બચાવવા ઈચ્છે છે. હું રાહુલ ગાંધીને સવાલ કરૂં છું કે, શું તમારી પાર્ટીમાં લોકશાહી છે? કોંગ્રેસ પાર્ટીમાં માત્ર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા છે. તમારી પાર્ટીને જનતા મત નથી આપતી તો અમે શું કહીએ. કોવિડ મહામારી છતાં પણ વિશ્વના અનેક અર્થતંત્રની સરખામણીએ ભારતનું અર્થતંત્ર સારૂં છે.' આ પણ વાંચોઃ '70 વર્ષમાં દેશ બન્યો, ભાજપે 8 વર્ષમાં ખતમ કરી દીધો' કોંગ્રેસના રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનની શરૂઆત'કોંગ્રેસની લોકશાહી ભ્રષ્ટાચાર પર ચાલે છે'પ્રસાદે જણાવ્યું હતું કે, '2019માં તમારી પાર્ટીએ પીએમ મોદીને ઘણું બધું સંભળાવ્યું. અમે તેને રીપિટ પણ નથી કરી શકતા. યુપીમાં પ્રિયંકા ગાંધીને એક પણ બેઠક ન મળી. તમારી લોકશાહી ભ્રષ્ટાચાર પર ચાલે છે. રાહુલ ગાંધી તમે દેશને જણાવો કે, તમે શા માટે બેલ પર છો? નેશનલ હેરાલ્ડ કેસ શું છે? આખો કેસ અમે આવ્યા તે પહેલા ફાઈલ થયેલો. 50 લાખ રૂપિયા લગાવીને 2,000 કરોડની સંપત્તિ તમારા નિયંત્રણમાં રહેલા ટ્રસ્ટને આપી દેવાઈ. રાહુલ ગાંધી એકલા પ્રેસ કોન્ફરન્સમાં જવાની હિંમત નથી કરી શકતા. કોંગ્રેસ પાર્ટી એક પરિવારના ખીસ્સામાં છે. પાર્ટીનું નેતૃત્વ પણ તેમના ખીસ્સામાં છે. તમે ઈચ્છો છો કે, પાર્ટીની સંપત્તિ પણ તમારા ખીસ્સામાં આવે.'


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon