મંત્રી બાવળીયા દિલ્હી ખાતે પીએમ મોદીને મળતા અને મંત્રી મંડળના ફેરફારની વાતૉ વચ્ચૅ કુકરી ગાંડી થઈ ! મંત્રી કુંવરજીભાઈને ડે સીએમ બનાવવા જસદણ વિંછીયાના પાટીદાર અગ્રણી નરેશ ચૉહલીયાની માંગ - At This Time

મંત્રી બાવળીયા દિલ્હી ખાતે પીએમ મોદીને મળતા અને મંત્રી મંડળના ફેરફારની વાતૉ વચ્ચૅ કુકરી ગાંડી થઈ ! મંત્રી કુંવરજીભાઈને ડે સીએમ બનાવવા જસદણ વિંછીયાના પાટીદાર અગ્રણી નરેશ ચૉહલીયાની માંગ


પીઍમ મૉદી અમીત શાહની ગુડ બુકમાં સ્થાન ધરાવતા અનૅ સર્વે સમાજ માન્ય નૅતા બાવળીયા નાયબ મુખ્યમંત્રી બનીનૅ જ રહૅ છૅ તૅવૉ જનતાનૉ દ્વઢ આશાવાદ

(નરૅશ ચૉહલીયા જસદણ)
જસદણ વીંછીયાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા થોડા દિવસો પહેલા દિલ્હી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલને મળ્યા હતા. અને ગુજરાત સરકારમાં મંત્રી મંડળના વિસ્તરણની વાતો વહેતી થતા જ જસદણ-વીંછિયા પંથકના ઉપરાંત ગુજરાત ભરમાં ભારે રાજકીય ઉત્સાહ સાથે ગણગણાટ વહેતો થયો છે ત્યારે જસદણ વિછીયાના પાટીદાર સમાજના આગેવાન નરેશભાઈ ચૉહલીયા એ સર્વ સમાજના માન્ય અને લોકપ્રહરી નૅતા અનુભવી આગેવાન કુંવરજીભાઈ બાવળીયાને સીએમ અથવા ડેપ્યુટી સી એમ બનાવવાની માંગ થતા જ જસદણ વિંછીયા પંથકમાં ભારે ઉત્સાહ વહેતો થયો છે. ગુજરાતમાં મંત્રીમંડળનુ વિસ્તરણ થાય તેવી રાજકીય અટકળો વહેતી થઇ હૉય ત્યારે કોળી સમાજ દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવા માંગણી કરવામાં આવી છૅ ઉપરાંત ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળે તેવા ગણગણાટ વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષૅ એક વ્યક્તિ એક હોદ્દો મુદૅ સી.આર.પાટીલે જાહેરાત કરૅલ કૅ મને મુક્ત કરૉ તેવી વિનંતી કરી હતી. આ જોતાં આગામી દિવસોમાં કાર્યકારી પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ શકે છૅ, સાથૅ મંત્રી મંડળ વિસ્તરણનો ગણગણાટ ચાલી રહ્યો છે હવૅ કોનું પત્તુ કપાશે અને કૉને મંત્રીપદે તક મળશે તે અંગે રાજકીય અનુમાનો ચાલી રહ્યાં છે. ત્યારે જસદણ વીંછીયાના પાટીદાર અગ્રણી અને નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર તેમજ જસદણ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડિરેક્ટર તથા એબીપીએસએસ ગુજરાત પત્રકાર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ નરેશભાઈ ચોહલીયા એ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાને મંત્રીમંડળમાં પ્રમોશન આપી નાયબ મુખ્યમંત્રી બનાવવા માંગ ઉઠાવી છૅ તૅમજ જસદણ વિંછીયા પંથકના કોળી સમાજના આગેવાનોએ દિલ્હી સુધી રજૂઆત કરી છે કે, ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરફાર થવા જઈ રહ્યો છે ત્યારે કોળી સમાજને પ્રતિનિધિત્વ મળે તે માટે કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવામા આવૅ બાવળિયાએ તાજેતરમાં દિલ્હીની મુલાકાત લીધી હતી તે સૂચક ગણાઈ રહી છે. કુંવરજીભાઈ પીએમ મોદી તેમજ કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહની ગુડ ગુડ બુકમાં સ્થાન ધરાવતા હૉય જેથી કુંવરજીભાઈ નાયબ મુખ્યમંત્રી બનશે તેઓ આશાવાદ પાટીદાર અગ્રણી નરેશભાઈ ચૉહલીયા ઍ વ્યક્ત કર્યો છે આ ઉપરાંત જસદણ વિછીયાના કોળી સમાજના આગેવાન વિનોદભાઈ વાલાણીએ કુંવરજી બાવળીયાને મુખ્યમંત્રી બનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર પાઠવી માંગણી કરી છૅ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.