બોટાદમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાના લાભાર્થીઓના રજીસ્ટ્રેશનનો કેમ્પ યોજાયો
બોટાદમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાના લાભાર્થીઓના રજીસ્ટ્રેશનનો કેમ્પ યોજાયો
સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ યોજનાના લાભાર્થીઓ વધુમાં વધુ લાભ લે તે હેતુસર ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ બોટાદ દ્વારા લુહાર-સુથાર જ્ઞાતિની વાડી ખાતે કેમ્પ યોજાયો હતો જેમાં લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યાં હતાં અત્રે ઉલ્લેખનીય છે કે,પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે જેમાં દરજી,ધોબી,ઢીંગલી અને રમકડાની બનાવટ(પરંપરાગત),વાણંદ(ના),શિલ્પકારમૂર્તિકાર પથ્થરની કામગીરી કરનાર,ફુલોની માળા બનાવનાર, કુંભાર,કડીયા, લુહાર,સુથાર,મોચી,સોની,બાસ્કેટમેટા સાવરણી બનાવનાર,બખ્તર બનાવનાર(આર્મરર),બોટ બનાવનાર,માછલી પકડવાની જાળી બનાવનાર,હથોડી અને ટુલકીટ બનાવનાર અને તાળા રિપેર કરનાર એમ કુલ-૧૮ જેટલાં ટ્રેડનો સમાવેશ કરવામાં આવ્યો છે
પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના હેઠળ મળવાપાત્ર લાભમાં સફળ રજીસ્ટ્રેશન બાદ લાભાર્થીને પી.એમ.વિશ્વકર્મા સર્ટીફીકેટ અને આઇડી કાર્ડ આપવામાં આવશે.રૂા.૧૫૦૦૦/-ની ટુલકીટનો લાભ આપવામાં આવશે.લાભાર્થીઓને દૈનિક રૂા.૫૦૦/-ના સ્ટાઇપેન્ડ સાથે બેઝીક કૌશલ્ય તાલીમ આપવામાં આવશે.બેઝીક કૌશલ્ય તાલીમ બાદ લાભાર્થીને ૧૮ મહિનાની મુદ્દત સાથે રૂ.૧ લાખ સુધીની કોલેટરલ ફ્રી લોન મેળવવા પાત્ર બનશે.લાભાર્થી બેઝીક કૌશલ્ય તાલીમ પૂર્ણ કર્યા પછી દરરોજના રૂા.૫૦૦/-ના સ્ટાઇપન્ડ સાથે એડવાન્સ કૌશલ્ય તાલીમ મેળવી શકે છે.જે કુશળ લાભાર્થીઓને સ્ટાન્ડર્ડ લોન એકાઉન્ટ જાળવશે અને જેમણે ડીઝીટલ વ્યવહારો અપનાવ્યા છે અથવા એડવાન્સ કૌશલ્ય તાલીમ લીધી છે તેઓ ૩૦ મહિનાના સમયગાળા સાથે રૂા.૨ લાખ સુધીની બીજી લોન મેળવવાને પાત્ર બનશે.ગુણવત્તા પ્રમાણપત્ર,બ્રાન્ડીંગ,ઇ-કોમર્સ અને GeM પ્લેટફોર્મ પર ઓન-બોર્ડીંગ,જાહેરાત,પ્રચાર અને અન્ય પ્રવૃત્તિઓના સ્વરૂપમાં માર્કેટીંગ સપોર્ટ આપવામાં આવશે.આ યોજના માટે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં આવેલ નજીકના કોમન સર્વિસ સેન્ટર તેમજ ઇ-ગ્રામ ખાતેથી કારીગરોને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.