ગુજરાત રાજ્યની અદાલતો સાથે જસદણ અદાલતમાં ૧૪ મી સપ્ટેમ્બરે લોક અદાલત યોજાશે - At This Time

ગુજરાત રાજ્યની અદાલતો સાથે જસદણ અદાલતમાં ૧૪ મી સપ્ટેમ્બરે લોક અદાલત યોજાશે


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ-દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ-અમદાવાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-રાજકોટના નિર્દેશો મુજબ રાજ્યભરમાં ૧૪ મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતનો લાભ વધુમાં વધુ પક્ષકારો લઈ શકે તે માટે રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક જસ્ટિસ સુનિતા અગ્રવાલ તથા રાજ્ય કાનુંની સેવા સત્તા મંડળના એકઝયુકીટિવ ચેરમેન બીરેન એ. વૈષ્ણવ તેમજ મેમ્બર ઓફ સેક્રેટરી આર.એ.ત્રિવેદી દ્વારા તમામ કાનૂની સેવા સત્તા મંડળ તથા કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન અપાયું છે. આમ રાજકોટ જિલ્લા કાનૂની સત્તા મંડળના ચેરમેન તથા જિલ્લા ન્યાયાધીશ વી.બી.ગોહિલ તથા પુર્ણકાલીન સચિવ અધિક સિનિયર સિવિલ જજ અને એડી.ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.એમ.ગોહેલ ના સહ્યોગથી જસદણ ન્યાયાલય ખાતે જસદણ ન્યાયાલયના તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેનશ્રી તથા પ્રિન્સિપાલ સીનીયર સિવિલ જજ અને એડિ. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.એન.દવે તથા એડી.સીવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી.એ.ઠક્કર દ્વારા આ લોક અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો તથા નીગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ને લગતા કેસો તથા મોટર અકસ્માતના વળતરના કેસો તથા જમીન સંપાદનને લગતા કેસો તથા લગ્નજીવન કે પરિવાર તકરાર ને લગતા કેસો તથા બેંક ને લગતા કેસો તથા અન્ય દાવાઓ કે દીવાની કેસો વગેરે સમાધાનને લાયક તમામ પ્રકારના કેસો આ લોક અદાલતમાં મૂકી શકાશે અને " ન કોઈની જીત અને ન કોઈની હાર " ના સૂત્રને સાર્થક કરવા જસદણ ન્યાયાલયના નામદાર જજ સાહેબોએ જણાવેલ છે. આમ જસદણ કોર્ટમાં ચાલતા કેસો હોય અને સમાધાન લાયક હોય તો આ લોક અદાલતમાં મુકવા માંગતા હોય તો તેવા લોકો પોતે કે પોતાના વકીલ મારફતે કેસો મૂકી શકશે તેવું જસદણ ન્યાયાલયના રજીસ્ટર એમ.બી.પંડ્યા તથા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી જે.એ.સોયાએ તેમની યાદીમાં જણાવેલ છે.
(સંકલન બાય :- પ્રકાશ પ્રજાપતી જસદણ ન્યાયાલયના તાલુકા સેવા સત્તા મંડળના લીગલ વિભાગના પેનલ એડવોકેટ)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.