બોટાદ જિલ્લા મજદુર સંધની જીલ્લા કારોબારી બેઠક યોજાઇ
(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ)
ભારતિય મઝદુર સંધ સંલગ્ની બોટાદ જિલ્લા મઝદુર સંધની જીલ્લા કારોબારી કમીટીની બેઠક બોટાદ જીલ્લા અધ્યક્ષ રાજુભાઇ ડેરૈયાના અધ્યક્ષ સ્થાને 8 જુન 24 ને શનિવારના રોજ ભારતીય મજદુર સંધ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર્સિંહ ચુડાસમા તેમજ પ્રદેશમંત્રી સમીરભાઇ એચ.જોશીની ઉપસ્થિતિ માં યોજાયેલ આ બેઠકમાં બોટાદ જીલ્લા કારોબારીના સદસ્યો તેમજ તાલુકા કમીટીના સદસ્યો હાજર રહેલ. તેમજ ભારતીય મજદુર સંધની સ્થાપના 23 જુલાઇ 1995 ના રોજ માન.દતોપંત ઠેંગડીજી દ્વારા કરવામાં આવેલ. જે મુજબ બી એમ એસ ની સ્થાપના ને 69 વર્ષ પુર્ણ થઇ આગામી સમયમાં 70 માં વર્ષ પ્રવેશ થનાર હોઇ જેને અનુલક્ષીને બીએમએસ ની નીતીરીતી તથા કાર્યપ્રણાલી અને સામાજીક હિત સંબંધીત કામગીરીઓની જાણકારી બોટાદ જીલ્લાનના તમામ તાલુકાના ગામડાઓ સુધી એકજુથ થઇ કામગીરી કરવાનો નિર્ણય કરવામાં આવેલ આ કામગીરી માટે ભારતીય મજદુર સંધ સાથે જોડાયેલ તમામ યુનીટ જેમ કે, મધ્યા હન ભોજન યોજના કર્મચારી સંધ, ગુજરાત એસ.ટી પરીવહન કર્મચારી સંધ, ગુ.પા.પુ.બોર્ડ, આશા આંગણવાડી કર્મચારી સંધ, નગરપાલિકા તથા જીલ્લા આવતા અન્ય સંગઠીત યુનીટોના કર્મચારીઓને તન મન ધન થી સહયોગ આપવા જીલ્લા અધ્યક્ષ દ્વારા અનુરોધ કરવામાં આવેલ બેઠકનું સંચાલન જીલ્લા મંત્રી કુલદીપભાઇ ધાધલ દ્વારા તેમજ કાર્યકર્મ ને સફળ બનાવવા માટે રાજભાઈ પરમાર તથા હિતેશભાઇ સીંગલ દ્વારા જહેમત ઉઠાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.