ક્રાઈમ બ્રાન્ચના જવાનને ઢસડાવતાં તેનું જડબું અને હાથ ભાંગી ગયા - At This Time

ક્રાઈમ બ્રાન્ચના જવાનને ઢસડાવતાં તેનું જડબું અને હાથ ભાંગી ગયા


બાપૂનગર વિસ્તારમાં બનેલી ઘટના: લાંબા અંતર સુધી ઢસડાવતાં શરીર છોલાઈ ગયું, સ્કૂટરનું પાછલું ગાર્ડ છૂટી જતાં જવાન આઈશર સાથે અથડાતાં પહોંચી ગંભીર ઈજાઓ: જવાનને તાત્કાલિક ખાનગી હોસ્પિટલે ખસેડાયો: સ્કૂટરચાલક ફરાર

બાપૂનગર વિસ્તારમાં વાહન ચેકિંગ માટે ઉભો હતો. બરાબર આ સમયે એક નંબર વગરનું એક્સેસ સ્કૂટર ત્યાંથી પસાર થઈ રહ્યું હોય હેડ કોન્સ્ટેબલ અમિત અગ્રાવતે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે અટકાવવા છતાં એક્સેસ ચાલકે વાહન ઉભું રાખવાની જગ્યાએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતાં અમિત અગ્રાવતે સ્કૂટરનું પાછલું ગાર્ડ પકડી લીધું હતું આમ છતાં સ્કૂટરચાલક ઉભો રહ્યો નહોતો અને તેણે સ્કૂટરની સ્પીડ વધારી દીધી હતી જેના કારણે દૂર સુધી ઢસડાવાને કારણે અમિત અગ્રાવતનું શરીર છોલાવા લાગતાં પીડાને કારણે તેનાથી ગાર્ડ છૂટી જતાં ત્યાં જ પડેલાં આઈશર સાથે તે અથડાઈ પડતાં મોઢા ઉપર ઈજાઓ પહોંચી હતી.

આ ઘટના બન્યા બાદ સ્કૂટર ચાલક ત્યાંથી ફરાર થઈ જતાં તેને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચે તેનો પીછો કર્યો હતો પરંતુ તે હાથ નહીં લાગ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વેળાએ પીડાથી કણસી રહેલા હેડ કોન્સ્ટેબલ અમિત અગ્રાવતને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં રિપોર્ટ સહિતની પ્રક્રિયા બાદ એવું નિદાન થયું હતું કે તેમનો હાથ ભાંગી ગયો છે તેમજ જડબામાં ઈજાઓ થવા પામી છે. જો કે હાલ અમિત અગ્રાવતની તબિયત સ્થિર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. સ્કૂટર ચાલકે ક્રાઈમ બ્રાન્ચના જવાનને ઢસડાવ્યાની ઘટના બનતાં ત્યાં ઉભેલા લોકોમાં પણ સોપો પડી જવા પામ્યો હતો. હવે પોલીસે સીસીટીવીના આધારે વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon