ડભોઇમાં ઇલ્મના શહર મૌલાઅલીના જન્મ દિવસ ની ભવ્ય ઉજવણી
રિપોર્ટ -નિમેષ સોની, ડભોઈ
ઇલ્મના શહર મૌલા અલીનો જન્મ ૧૩ રજબના દિવસે થયો હતો જેઓ ઈસ્લામના ચોથા ખલીફા અને ઈલ્મનું શહર મનાય છે જેને ડભોઇ ખાતે હજરત મૌલા અલીના જન્મ દિવસ નિમિતે ભવ્ય જુલૂસનું આયોજન કરવા માં આવ્યું હતું.13 રજબ એટલે હજરત મૌલા અલી નો જન્મ દિવસ મનાવવા માં આવે છે ત્યારે મહુડી ભાગોળ બહાર જનતાનગર હજરત મર્હુમ સૈયદ બડે સાહેબના ઘરે થી જુલૂસ નીકળી ને મહુડી ભાગોળ વકીલનો બંગલો, ટાવર છીપવાડ થઇ કાઝીવાડા મસ્જિદે સમાપન કરવામા આવેલ ગુજરાત સૈયદ સાદાતની રહેબરી હેઠળ નિકળેલ જુલુસમાં ખલીફ એ શૈખુલ ઇસ્લામ હજરત સૈયદ તાહિરુલ કાદરી, સૈયદ મુખ્તિયાર બાપુ, સૈયદ મુજ્જુ બાપૂ, સૈયદ યાસીન બાપૂ, સૈયદ કાદિર બાપૂ, સૈયદ મોઈન બાપુ, સહિત અનેક લોકો એ ખાસ હાજરી આપી હતી મૌલા અલી ની નાતશરીફ પઢી ખીરાજે અકીદત પેશ કરવામાં આવેલ આ વિશે જાણકારી આપતા સૈયદ તાહિરુલ કાદરી એ જણાવેલ કે આ જુલુસ મૌલુદે કાબાના નામ થી દર વર્ષે ૧૩ રજબના રોજ કાઢવામ આવે છે જેમા દિવસે દિવસે વધુ મા વધુ લોકો જોડાઈ ને ફૈઝ યાબ થઇ રહ્યા છે વધુ મા જણાવેલ કે આજના દિવસે લોકો એ ન્યાજ ( પ્રસાદ) નુ વિતરણ કરી ઠેરઠેર સ્વાગત કરવામા આવેલ
9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે
