5 માસ પહેલાં નમૂના લીધા, પછી હજારો કિલો મરચું, હળદર, ધાણાજીરું, ઘી અને શિખંડ ખવાઇ ગયો, હવે રિપોર્ટ આવ્યો કે આ બધું અખાદ્ય હતું - At This Time

5 માસ પહેલાં નમૂના લીધા, પછી હજારો કિલો મરચું, હળદર, ધાણાજીરું, ઘી અને શિખંડ ખવાઇ ગયો, હવે રિપોર્ટ આવ્યો કે આ બધું અખાદ્ય હતું


લોકોના આરોગ્ય સાથે થતાં ચેડાં પાછળ કોણ જવાબદાર ? સિસ્ટમ કે સરકારી અધિકારીઓ.

રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ ઓગસ્ટ મહિનામાં જે સેમ્પલ લીધા હતા તેના પરિણામ છેક હવે આવ્યા છે. આ જ રીતે દરેક વખતે સેમ્પલ મોકલાઈ ગયા બાદ 3થી 4 મહિને રિઝલ્ટ આવે છે અને ત્યાં સુધીમાં જે ભેળસેળિયા તત્ત્વો છે તેમણે ધરાઈને કમાણી કરી લીધી હોય છે અને આ સિસ્ટમ આ જ રીતે કામ કરતા એક જ ભેળસેળિયા દર વખતે પકડાઈ છે છતાં નક્કર કોઈ સુધારો આવતો નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.