આર્ટ્સ કોલેજ મોડાસા માં નેક પીયર ટીમ મુલાકાત લીધી - At This Time

આર્ટ્સ કોલેજ મોડાસા માં નેક પીયર ટીમ મુલાકાત લીધી


શ્રી મ.લા ગાંધી ઉચ્ચ કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.ક.શાહ એન્ડ શ્રી કૃષ્ણ ઓ.એમ. આર્ટસ કોલેજ મોડાસા માં નેક પીયર ટીમના ત્રણ સભ્યો, ડૉ. કિરણ અરોરા, ડૉ. સીદ્દ્પ્પા બગલકોટી તથા ડૉ. અનીરુધન ભાર્ગવન કેમ્પસની મુલાકાતે આવ્યા હતા. આચાર્ય શ્રી ડૉ. ડી.એચ.જોશી, ડૉ. પી.આર. સિંહ, તથા પ્રો. ડી.આર. મહેતા એ તેમને અમદાવાદ એરપોર્ટ પર આવકાર્યા હતા.
મુલાકાત ના પ્રથમ દિવસે એન.સી.સી. ના કેડેટ્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ તેમણે પ્રિન્સિપાલ ડૉ. ડી.એચ. જોશી સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેમણે આઈ.ક્યુ.એસી. કો-ઓર્ડિનેટર ડૉ. પીયુષ સિંહ સાથે તેમના કાર્યોની ચર્ચા કરી હતી. તેમણે વિવિધ વિષયોના ઇન્ચાર્જશ્રીઓ સાથે મીટીંગ કરી હતી. તેમણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વાલી મંડળ સાથે મીટીંગ કરી હતી. પ્રથમ દિવસના અંતે તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણ્યો હતો.મુલાકાત ના બીજા દિવસે સવારે તેમણે હાલના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી તેમની મુશ્કેલીઓ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ તેમણે વહીવટી તથા સ્ટાફ મિત્રો સાથે મુલાકાત કરી હતી. બીજા દિવસના અંતે તેમણે તેમનો રિપોર્ટ પ્રિન્સિપાલ ડૉ. ડી. એચ. જોશી તથા નેકના કોર્ડીનેટર ડૉ. પીયુષ સિંહ ને સુપ્રત કર્યો હતો.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.