મોટેરાના નારાયણ સાંઈ એપાર્ટમેન્ટમાંથી 18 લાખની રોક્ડ રકમની ચોરી: પોલીસે ગુનો નોંધ્યો

મોટેરાના નારાયણ સાંઈ એપાર્ટમેન્ટમાંથી 18 લાખની રોક્ડ રકમની ચોરી: પોલીસે ગુનો નોંધ્યો


અમદાવાદ,તા.06 ઓગષ્ટ 2022,શનિવારચાંદખેડાના મોટેરા રોડ પર નારાયણ સાંઈ એપાર્ટમેન્ટમાંથી રૂ.૧૮ લાખની રોક્ડ રકમની ચોરી થયાની ઘટના ગુરૂવારે બની હતી. ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ચાવીથી તાળું ખોલી ફલેટમાં પ્રવેશેલા શખ્સે ચોરી કરી હતી. પોલીસને ચોરીની ઘટનામાં જાણભેદુનો હાથ હોવાની શંકા હોવાથી એ થિયરી પર તપાસ ચાલી રહી છે. ચાવીથી તાળું ખોલી ફલેટમાં પ્રવેશેલા શખ્સે ચોરી કરી:જાણભેદુની સંડોવણી હોવાની પોલીસને આશંકા  મોટેરા ચોકડી પાસે નારાયણ સાંઈ એપાર્ટમેન્ટમાં રહેતા નીતાબહેન કનકકુમાર શાહ (ઉં,૫૨)એ રૂ.૧૮ લાખની રોક્ડની ચોરી થયાની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જે મુજબ ગુરૂવારે સવારે નીતાબહેન સાબરમતી રામનગર ખાતે ખરીદી કર્યા બાદ ગાંધીનગર આરટીઓમાં કામ હોવાથી ગયા હતા. દરમિયાન પડોશમાં રહેતા અંજુબહેન કાનાબારનો નીતાબહેન પર ફોન આવ્યો અને ફલેટનું લોક ખુલ્લું હોવાની જાણ કરી હતી. નીતાબહેને ફલેટ પર જઈને જોયું તો બેડરૂમના કબાટમાંથી રૂ.૧૮ લાખની રોક્ડ રકમ ભરેલી બેગની ચોરી થઈ હતી. બનાવને પગલે ચાંદખેડા પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. એપાર્ટમેન્ટના સીસીટીવી બંધ હોવાનું તેમજ ફલેટનું લોક ચાવીથી ખોલવામાં આવ્યું હતું. બનાવમાં જાણભેદુની સંડોવણી હોવાની શેકા પોલીસને છે. નીતાબહેનના પતિ મુંબઈ ખાતે તેમજ બે પુત્રોમાં મોટો પુત્ર સૌરવ તેના પરિવાર સાથે સત્યમેવ હોસ્પિટલ ખાતે તેમજ નાનો પુત્ર દિપ બે મહિનાથી ઉત્તરપ્રદેશ આગ્રા ખાતે રહે છે. સૌરવે તેની માતાને નવું મકાન લેવાનું હોવાથી છ દિવસ અગાઉ જ ૧૨ લાખની રોક્ડ રકમ આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »