ચાંગોદરના ચાચરાવાડી વાસણાં ગામમાં જુગારના અડ્ડા પર પોલીસના દરોડા

ચાંગોદરના ચાચરાવાડી વાસણાં ગામમાં જુગારના અડ્ડા પર પોલીસના દરોડા


અમદાવાદચાંગોદર પોલીસે ચાચરાવાડી વાસણા ગામમાં દરોડો પાડીને જુગાર રમી
રહેલા આઠ શખ્સોને ઝડપીને રૂપિયા ૧.૦૪ લાખની રોકડ અને મોબાઇલ ફોન સહિત રૂપિયા ૧.૧૬ લાખની
મત્તાની જપ્ત કરી હતી. જે અંગે પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ચાંગોદર પોલીસનો સ્ટાફ
શુક્રવારે રાતના સમયે પેટેલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ચાચરાવાડી વાસણા ગામમાં
ઠાકોરવાસમાં કેટલાંક લોકો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડતા જુગાર
રમી રહેલા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે પોલીસે તમામ આઠ લોકોને ઝડપી લીધા હતા અને
પોલીસે રૂપિયા ૧.૦૪ લાખની રોકડ અને મોબાઇલ ફોન સહિત રૂપિયા ૧.૧૬ લાખનો મુદ્દામાલ મળી
આવ્યો હતો. જે અંગે પુછપરછ કરતા જુગારીઓના નામ લાલાભાઇ ભરવાડ , મુકેશભાઇ ભરવાડ, મુકેશભાઇ ચૌહાણ, ટીનુભાઇ ભરવાડ, વિજય ભરવાડ, ધવલ ઠાકોર, જાવેદખાન પઠાણ અને  વિક્રમ ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું.  છેલ્લાં ઘણા સમયથી આ શખ્સો દ્વારા નિયમિત રીતે જુગારનો
અડ્ડો ચલાવવામાં આવતો હતો. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »