અમેરીકામાં ગેરકાયદેસર ઘુષણખોરી મામલે પોલીસની સઘન તપાસ, મહેસાણાના ચાર યુવકોને અમેરીકા મોકલવાનું કૌભાંડ આવ્યું સામે

અમેરીકામાં ગેરકાયદેસર ઘુષણખોરી મામલે પોલીસની સઘન તપાસ, મહેસાણાના ચાર યુવકોને અમેરીકા મોકલવાનું કૌભાંડ આવ્યું સામે


 

મહેસાણાના ચાર યુવકોને અમેરીકા મોકલવાનું કૌભાંડ સામે આવતા તેની તપાસ અત્યારે મહેસાણા એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આ મામલે  9 ખાનગી સંસ્થાના કર્મચારીઓની સઘન પૂછપરછ કરવામાં આવશે. અમેરીકામાં જતા પકડાતા અમેરીકન એમ્બેસીએ મુંબઈ એમ્બેસીને આ અંગેની જાણ કરી હતી અને આ કેસ મહેસાણા પોલીસને સોંપાતા તપાસ તેજ કરાઈ છે. અમદાવાદની કુલ 9 ખાનગી સંસ્થાના કર્મચારીઓને પોલીસે બોલાવ્યા છે. જો કે, આ પહેલા અમદાવાદની પ્લેનેટ એજ્યુકેશન સંસ્થાના મેનેજર સહિત બે કર્મચારીઓની મહેસાણા પોલીસે અગાઉ પૂછપરછ કરી હતી. પરીક્ષાની તૈયારીઓ ગુડગાંવ હેડ ઓફિસથી થતી હોવાની પણ વિગતો મળી છે. ત્યારે આ ચાર વિદ્યાર્થીઓ નવસારીમાં પરીક્ષા આપી હતી તેની પણ જાણકારી પોલીસે મેળવી છે. ત્યારે હવે એક પછી એક કડીઓ આ મામલે જોડવામાં આવી રહી છે.બોટ અનાયાસે ડૂબતા અમેરીકાની સુરક્ષા એજન્સીએ યુવકોને ઝડપ્યા હતા
સમગ્ર ઘટના વિસ્તારથી જોઈએ તો મહેસાણાના માંકણજ, ધામણવા, રામનગર, સંગણપુરના યુવાનો જેમાં જેમાં ધ્રુવ રસિકભાઈપટેલ, નીલ અલ્પેશકુમાર પટેલ, ઉર્વીશ શૈલેષભાઈ પટેલ, સાવન રાજેન્દ્રકુમાર પટેલ કે જેઓ આઈએલટીએસમાં 8 બેન્ડ મેળવ્યા બાદ કેનેડાથી બોટમાં અમેરીકા પહોંચી રહ્યા હતા પરંતુ આ જ સમયે બોટ અનાયાસે ડૂબતા અમેરીકાની સુરક્ષા એજન્સીએ યુવકોને આ મામલે ઝડપી પાડ્યા હતા. તેમને ગેરકાયદેસર પ્રવેશતા હોવાની શંકા જતા યુવકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેથી કોર્ટમાં રજૂ કરાયેલા આ યુવાનોને અંગ્રેજી બોલતા નહોતું આવડ્યું પરંતુ ગોર કરતા ખબર પડી હતી કે, તેમને 8 બેન્ડ મેળવ્યા છે. અમેરીકન એમ્બેસીએ મુંબઈ એમ્બેસીને આ અંગેની જાણ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »