સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર બી ડીવીજન પોલિસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશીદારૂની હેરાફેરી કરતી મહિન્દ્રા ઝાયલો ગાડી ઝડપી પાડી કુલ્લે કિ.રૂ. ૫,૪૮,૪૪/-નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા.... - At This Time

સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર બી ડીવીજન પોલિસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશીદારૂની હેરાફેરી કરતી મહિન્દ્રા ઝાયલો ગાડી ઝડપી પાડી કુલ્લે કિ.રૂ. ૫,૪૮,૪૪/-નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા….


સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર બી ડીવીજન પોલિસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશીદારૂની હેરાફેરી કરતી મહિન્દ્રા ઝાયલો ગાડી ઝડપી પાડી કુલ્લે કિ.રૂ. ૫,૪૮,૪૪/-નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા.....
-------------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-: પોલીસ મહાનીરીક્ષક અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલાનાઓ ધ્વારા હોળી-ધુળેટીના તહેવાર નિમિતે દારૂ જુગારની સ્પેસિયલ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ.. જે આધારે પોલિસ ઇન્સ્પેક્ટર એ.જી.રાઠોડ એલ.સી.બી.નાઓના માર્ગદર્શન અનુસાર પોલિસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે.ચાવડા એલ.સી.બી.તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ તથા હેડ કોન્સ્ટેબલ વિરભદ્રસિંહ,સનતભાઇ તથા પોલિસ કોન્સ્ટેબલ અમરતભાઇ,પ્રહર્ષકુમાર,વિક્રમસિંહ,વિજયભાઇ,પ્રકાશભાઇ,ગોપાલભાઇ,અનિરૂધ્ધસિંહ,ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ કાળાજી વિગેરે એલ.સી.બી.શાખાના પોલીસ સ્ટાફની ટીમ બનાવેલ.. ઉપરોક્ત ટીમના માણસો ગઇ તા.૦૭/૦૩/૨૦૨૩ ના રોજ હિંમતનગર બી ડીવીજન પોલિસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી વોચમાં હતાં.. તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ સનતકુમાર તથા પોલિસ કોન્સ્ટેબલ વિજયકુમારનાઓને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે એક સફેદ કલરની મહિન્દ્રા ઝાયલો ગાડી નંબર GJ18AH6381 માં બે ઈસમ રાજસ્થાનથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી જીલ્લા પંચાયત રોફ તરફથી હિંમતનગર બાય પાસ ટોલ રોડ તરફ આવનાર છે.. જે બાતમી હકીકત આધારે મોજે હિંમતનગર બાયપાસ ટોલ ઉપર નાકાબંધી કરી જીલ્લા પંચાયત રોડ તરફથી આવતાં વાહનોની વોચમાં હતાં.તે દરમ્યાન હિંમતનગર જીલ્લા પંચાયત તરફથી ઉપરોક્ત બાતમી મુજબની સફેદ કલરની મહિન્દ્રા ઝાયલો ગાડી નંબર GJ18AH6381 ની આવતાં તે ગાડીને રોકતાં ગાડીનો ચાલક તથા તેની બાજુમાં બેસેલ ઇસમ નાસવા લાગતા બન્ને ઈસમોનો પીછો કરી પકડી પાડેલ.. સદર પકડાયેલ ઇસમનું નામ પુછતાં વિજય સન ઓફ લક્ષ્મણલાલ રામાભાઇ અસોડા રહે.ઝાંઝરી, ઉપલા ફળા,તા.ખેરવાડા,જી.ઉદેપુર (રાજસ્થાન) તથા બીજા ઇસમનું નામ અમિત ઉર્ફે અનિલ સન ઓફ જીવાલાલ મગામમાઇ બરડા મીણા) રહે.અનેલા,બીચલા ફળા,તા.ખેરવાડા,જી.ઉદેપુર (રાજસ્થાન) નો હોવાનું જણાવેલ સદર પકડાયેલ મહિન્દ્રા ઝાયલો ગાડીમાં જોતાં ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ ભરેલ હોય જે કુલ પેટીઓ નંગ ૪૯ જેમાં કુલ બોટલ/ટીન નંગ ૧,૨૦૦ હોય જેની કિ.રૂ.૨,૪૩,૭૪૪/- તથા મહિન્દ્રા ઝાચલો ગાડી નંબર GJ18AH6381 ની કિં.રૂ.૩,૦૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ ૨ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૫,૪૮,૭૪૪/-ના મુદ્દામાલ સાથે આરોપી (૧) વિજય સન ઓફ લક્ષ્મણલાલ રામાભાઇ અસોડા રહે.ઝાંઝરી,ઉપલા ફળા,તા.ખેરવાડા,જી.ઉદેપુર (રાજસ્થાન) તથા (૨)અમિત ઉર્ફે અનિલ સન ઓફ જીવાલાલ મગાભાઇ બરડા(મીણા) રહે.અનેલા,બીચલા ફળા,તા.ખેરવાડા,જી.ઉદેપુર (રાજસ્થાન) નાઓને તા.૦૭/૦૩/૨૦૨૩ ના કલાક ૨૩/૫૫ વાગે અટક કરી આરોપી વિરૂધ્ધ હિંમતનગર બી ડીવીઝન પોલિસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૬૨૩૦૧૬૫/૨૦૨૩ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ ૬૫ એઇ ૮૧,૮૩ મુજબનો ગુન્હો નોંધી પ્રોહી ગણનાપાત્ર કેસ કરી આગળની વધુ તપાસ અર્થે હિંમતનગર બી ડીવીજન પોલિસ સ્ટેશન સોંપેલ છે.પકડાયેલ આરોપીઓ જેમાં વિજય સન ઓફ લક્ષ્મણલાલ રામાભાઇ અસોડા રહે.ઝાંઝરી, ઉપલા કુળા,તા.ખેરવાડા,જી.ઉદેપુર (રાજસ્થાન),અમિત ઉર્ફે અનિલ સન ઓફ જીવાલાલ મગાભાઇ બરંડા(મીણા) રહે.અનેલા,બીચલા ફળા,તા.ખેરવાડા,જી.ઉદેપુર(રાજસ્થાન).

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon