સુદામડા ગામનું ગૌરવ હર્ષદીપસિંહ પરમાર ઇન્ટરનેશનલ લેવલે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો - At This Time

સુદામડા ગામનું ગૌરવ હર્ષદીપસિંહ પરમાર ઇન્ટરનેશનલ લેવલે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો


૧૨/૦૯/૨૦૨૨ નાં રોજ મખુભાના પૌત્ર હર્ષદિપસિંહ જશુભા પરમાર ઇન્‍ટરનેશનલ લેવલે બ્રોન્‍ઝ મેડલ મેળવ્યો.

પરમાર હર્ષદિપસિંહ જશુભા થાઇલેન્‍ડ ખાતે રમાયેલ વર્લ્ડ ટૂર આંતરરાષ્ટ્રીય સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. ગાંધીનગરમાં વસવાટ કરતાં હર્ષદિપસિંહ પરમારે ભારતની ટીમમાંથી રમીને બ્રોન્‍ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. થાઇલેન્‍ડથી પરત આવતાં જ હર્ષદિપસિંહએ ગુજરાત સ્ટેટ રેન્‍કિંગ ટેનિસ ટુનામેન્‍ટમાં ભાગ લઇ તેમાં ફાઇન લિસ્ટ રહ્યા હતા. જે અમદાવાદ ખાતે યોજાઇ હતી. હર્ષદિપસિંહ આ સિધ્ધિ પ્રાપ્ત કરવાબદલ માતા-પિતા અને કોચને યશ આપે છે. હર્ષદિપસિંહ માસ્ટરનો અભ્યાસ કરેલ છે. તેમાં પણ યુર્નિવસિટી પ્રથમ છે. ઉપરાંત હર્ષદિપસિંહને રાજય સરકાર દ્વારા સરદાર પટેલ એવોર્ડથી પણ સન્‍માનિત કરાયા છે. કોઇ હોશિયાર ભણવામાં હોય, કોઇ રમતગમતમાં ભાઇ હર્ષદિપસિંહ તો બંન્નેમાં હોશિયાર છે. જે જુજ લોકોમાં હોય શકે આપની દરેક સિધ્ધિને હર્ષ ભેર વધાવતા ગૌરવ અનુભવીએ છીએ.
અહેવાલ ..જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon