ટી.બી.મુક્ત ભારત અભિયાન અન્વયે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ટી.બી.ના દર્દીઓને પોષણ યુક્ત આહાર કીટનું વિતરણ કરાયું
(અજય ચૌહાણ)
જનસેવા અને સંસ્કારનું સિંચન કરતી તથા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા તા.૨૯/૧/૨૫ ના રોજ શેટલર હાઉસ બોટાદ ખાતે ટી.બી.મુક્ત અભિયાન અંતર્ગત ટી.બી હટાવો તંદુરસ્તી લાવો પ્રોજેક્ટ અન્વયે ટી.બી.ના ૩૦ દર્દીઓને પોષણ યુક્ત આહાર કીટ નું વિતરણ કરવામાં આવેલ જેમાં ચણા, ગોળ, શીંગ તેલ, પ્રોટીન પાવડર, દૂધ આપવામાં આવેલ.
આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સંસ્થા ના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા ,IPP કેતન ભાઈ રોજેસરા ,યુનિટ ડીરેક્ટર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા, ઉપ પ્રમુખ પરેશભાઈ દરજી, મુકેશભાઈ જોટાણીયા, ઇમરાન ભાઈ રાવાણી, આરોગ્ય કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
