એ.એસ.આઇ તરીકે ઓળખાણ આપી તેર લાખ પચાસ હજારની છેતરપીંડી આચરી.
બાયડ પોલીસ સ્ટેશનના સને-૨૦૨૩ વર્ષના ૧૨ મહીના થી ૩૦/૦૬/૨૦૨૪ સુધીના સમય દરમ્યાન વાંટડા ગામે આરોપી નિમેશકુમાર ચૌહાણે મીત્રતા કેળવી પોતાની ગુજરાત પોલીસમાં એ.એસ.આઇ તરીકે ઓળખાણ આપી પોલીસ યુનીફોર્મ પહેરી ગાંધીનગર ખાતે વિવેકાનંદ એકેડેમીમાં એડમીશન આપીને નોકરી આપવાનું કહીને આરોપી અશોકભાઇ ચૌહાણે અવાર નવાર ફોનમાં વાતચીત કરાવી એકેડેમીમાં એડમિશન થઈ જશે અને નોકરી મળી જશે તેમ લાલચ આપી આરોપી નિમેશકુમારે ફરી બીજા તેના મિત્રો પાસેથી કુલ રૂ.૧૩,૫૦,૦૦૦/- વિશ્વાસઘાતની છેતરપીંડી કરી એક બીજાની મદદગારી કરી ગુન્હો કર્યા વિ.બાબતની ફરીયાદ હોય જે ફરીયાદના કામે અત્રેના બાયડ પોલીસ સ્ટેશને તા.૩૦/૧૨/૨૦૨૪ ના રોજ એફ.આઇ.આર દાખલ કરાવેલી.
આરોપી (૧) નિમેશકુમાર અશોકભાઇ ચૌહાણ (૨) અશોકભાઇ ધુળાભાઇ ચૌહાણ બન્ને રહે. આંબલીયારા તા.બાયડ જી.અરવલ્લી નાઓને બાયડ પોલીસને ઝડપી પાડવામાં સફળતા મળી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.