વડોદરામાં ગેરકાયદે ચિકન -મટનની 8 શોપને મહાનગર પાલિકાએ બંધ કરાવી , વેપારીઓમાં નારાજગી , - At This Time

વડોદરામાં ગેરકાયદે ચિકન -મટનની 8 શોપને મહાનગર પાલિકાએ બંધ કરાવી , વેપારીઓમાં નારાજગી ,


વડોદરા મહાનગર પાલિકા દ્વારા ગેરકાયદે ચિકન - મટનની દુકાનો બંધ કરવાના હાઇકોર્ટના કડક આદેશનો અમલ કરવાની શરૂઆત કરવામાં આવી છે . બાદ છેલ્લા કેટલાક દિવસથી કોર્પોરેશનનું તંત્ર આ અંગે સઘન કાર્યવાહી કરી રહ્યું છે . જેમાં આજે તંત્રએ નવાપુરા વિસ્તારમાં 8 જેટલી ચિકન અને મટનની શોપ બંધ કરાવી હતી . લાઈક હાઇકોર્ટના કડક વલણ બાદ તંત્ર જાગ્યુ રાજ્યના અનેક શહેરોમાં ગેરકાયદે ચિકન , મટનની શોપ ધમધમી રહી છે અને તેમાં કાયદાનું પાલન થતું નથી . જે અંગે તાજેતરમાં હાઇકોર્ટે કડક વલણ દાખવતા ગેરકાયદે ધમધમી રહેલી ચિકન મટનની શોપ બંધ કરાવવા તંત્રને કડક નિર્દેશ આપ્યા હતા . જે બાદ છેલ્લા ત્રણેક દિવસથી પાલિકા તંત્ર પણ એક્શનમાં આવ્યું છે અને શહેરના જુદા જુદા વિસ્તારમાં ધમધમતા ગેરકાયદેસર ચિકન , મટનના શોપ બંધ કરાવવામાં આવી રહ્યા છે . ખાટકીવાડમાં કાર્યવાહી કરી આજે વડોદરા કોર્પોરેશનની માર્કેટ શાખાની ટીમ નવાપુરા ખાતે ખાટકીવાડ પહોંચી હતી અને ગેરકાયદેસર ધમધમતી 8 જેટલી દુકાનો બંધ કરાવી હતી . આ ઉપરાંત અહીંની કોમર્શિયલ બિલ્ડિંગને પરવાનગી લીધા બાદ શરૂ કરવા અંગેની પણ નોટિસ બજાવવામાં આવી હતી . સ્થાનિક પોલીસના સ્ટાફને સાથે રાખીને સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી . કેટલાક વેપારીઓએ સ્વૈચ્છિક દુકાનો બંધ કરી વડોદરા મહાનગર પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશના પગલે શહેરના અન્ય વિસ્તારોમાં ગેરકાયદે ચાલતા ચિકન અને મટન શોપના સંચાલકોમા ગભરાટ ફેલાઇ ગયો છે . કેટલાક વેપારીઓએ તો સ્વૈચ્છિક પોતાનો ધંધો બંધ કરી દીધો છે . તો કેટલાક વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી . પાલિકાએ જણાવ્યું હતું કે , આ કામગીરી હાઇકોર્ટના આદેશથી કરવામાં આવી રહી છે અને કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે . વેપારીઓએ ઘરમાં વેચાણ શરૂ કર્યું આજે નવાપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતી ચિકન અને મટન શોપ બંધ કરાવતા વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી . કેટલાક વેપારીઓ દ્વારા વેચાણ માટે લાવેલ માલસામાન બગડે નહીં તે માટે ઘરમાંથી વેચાણ શરૂ કરી દીધું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.