પડધરી : બાંધકામ સાઈટ પર વીજશોકથી શ્રમિકનું મોત
રાજકોટ જામનગર હાઈવે ઉપર ટીજીએમ હોટેલ પાછળ આવેલી સાઈટ પર કામ કરતા યુવકનું વીજશોક લાગતા બેભાન હાલતમાં મોત નીપજ્યું છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડવલા ગામે રહેતો પ્રદીપ સુભાષભાઈ ચૌહાણ (ઉ.વ.૨૨) નામનો યુવક ગત સાંજે જામનગર હાઇવે ઉપર આવેલી ટીજીએમ હોટેલ પાછળ અરવિંદભાઈ સખીયા ની સાઈટ ઉપર હતો,ત્યારે વેલ્ડીંગ કામ કરતી વેળાએ અર્નીંગ ભીના બુટના સંપર્કમાં આવતા શરીરમાં ઈલેક્ટ્રિક શોક લાગતા બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યો હતો પરંતુ જીવ બચી શક્યો નહતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા પડધરી પોલીસનના ગઢવી સાહેબ સહિતના જરૂરી કાર્યવાહી કર્યા હતા. યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો છે. પ્રદીપ ચૌહાણ મૂળ યુપીનો વતની છે. મૃતક ચાર ભાઈ બે બહેનમાં ત્રીજા નંબરે અને અપરણિત છે. અહીં છેલ્લા એકાદ વર્ષથી કામ કરી ગુજરાન ચલાવતો હતો.
રિપોર્ટર - નિખીલ ભોજાણી
9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.