ગાંધીનગરની શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો - At This Time

ગાંધીનગરની શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો


( હર્ષદ ચૌહાણ દ્વારા)
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત શાળા મહોત્સવ કાર્યક્રમ રાજ્ય કમિટી દ્વારા શ્રી સરસ્વતી વિદ્યાલય ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ અભિયાનમાં જોડાયેલા શિક્ષકો અને ૫૧૦૦૦ થી વધુ વિધાર્થીઓ દ્વારા લાખ્ખો ની સંખ્યામાં વેસ્ટ પ્લાસ્ટિક બોટલોમાં વેસ્ટ પ્લાસ્ટિક ભરી પર્યાવરણ બચાવવાનો વિશેષ પ્રયાસ કરાયો હતો. જેની નોંધ વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ લેતા પ્રમાણપત્ર અને મેડલ વિતરણ કાર્યક્રમ રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવ રાવલ સાહેબ, સમગ્ર શિક્ષા અભિયાનના સચિવ મહેશભાઈ મહેતા સાહેબ, મદદનીશ સચિવ પુલકિતભાઈ જોશી સાહેબ, રાજ્ય સંયોજક ડૉ.મીનેશભાઈ પ્રજાપતિ, દિવાસ્વપ્ન ફિલ્મ નિર્માતા નરેશભાઈ પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.જેમાં શ્રી જલાલપુર પ્રાથમિક શાળાના શિક્ષક વિપુલસિંહ એન.પરમાર નું પણ વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડનું મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.