બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બોટાદ જિલ્લામાં મોબાઇલ-સીમકાર્ડ (નવા/જુના)નું વેચાણ કરતાં વેપારીઓએ નિયત નમુનામાં રજીસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું - At This Time

બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બોટાદ જિલ્લામાં મોબાઇલ-સીમકાર્ડ (નવા/જુના)નું વેચાણ કરતાં વેપારીઓએ નિયત નમુનામાં રજીસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું


(અજય ચૌહાણ)
રાજ્યમાં બનતા ગુનાઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ થાય છે. તેમજ મોબાઇલ ચોરીનાં ગુનાને ધ્યાને લઈ બોટાદ જિલ્લા વિસ્તારમાં જુના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારનું ઓળખ અંગેનું પુરેપુરૂ નામ સરનામું નોંધવાં ફરજીયાત બનાવવા તથા સીમકાર્ડ નોંધવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ પોતાને મળેલી સત્તાની રૂએ ઉક્ત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામું તા.૨૧-૧-૨૫ સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે જુના મોબાઇલ ખરીદતી અને વેચતી વખતે વેપારીએ નિભાવવાના રજીસ્ટરમાં અ.નં, મોબાઇલની વિગત/કંપની, IMEI NO., મોબાઇલ વેચનાર/ખરીદદારનું નામ સરનામાની વિગત, ID પ્રુફની વિગત, ફોટોની વિગત સાથેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. તેવી જ રીતે, સીમકાર્ડ વેચાણ બાબતે વેપારીએ નિભાવવાના રજીસ્ટરમાં અ.નં, સિમકાર્ડની વિગત/કંપની, IMEI NO., મોબાઇલ વેચનાર/ખરીદદારનું નામ સરનામાની વિગત, ID પ્રુફની વિગત, ફોટોની વિગત સાથેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.