‘હું માથું ઝુકાવીને માફી માગું છું…’:શિવાજીની પ્રતિમા પડી જવા બદલ બોલ્યા મોદી, CM શિંદે-ફડણવીસ પણ માફી માગી ચૂક્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (30 ઓગસ્ટ) મહારાષ્ટ્રની મુલાકાતે છે. પાલઘરમાં સિડકો ગ્રાઉન્ડ ખાતે 76 હજાર કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ તેમણે સિંધુગર્ગમાં 26 ઓગસ્ટે શિવાજીની પ્રતિમા પડવા બદલ માફી માગી હતી. વડાપ્રધાન મોદીએ શું કહ્યું?
મહારાષ્ટ્રના પાલઘરમાં વિવિધ વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત અને શિલાન્યાસ કરવા પહોંચેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે જ્યારે મને વડાપ્રધાનનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે પહેલા હું રાયગઢમાં છત્રપતિ શિવાજી મહારાજના ત્યાં ગયો હતો. થોડા દિવસો પહેલાં સિંધુદુર્ગમાં જે કંઈપણ થયું, શિવાજી માત્ર એક નામ નથી, તેઓ માત્ર એક રાજા નથી, શિવાજી આપણા માટે આરાધ્ય છે. હું શિવજીનાં ચરણોમાં નમન કરું છું અને માફી માગું છું. મોદી પહેલાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ માફી માગી ચૂક્યા છે. મોદીના આ કાર્યક્રમ દરમિયાન મુંબઈમાં પ્રતિમા પડી જવાનો વિરોધ પણ થઈ રહ્યો છે. પોલીસે કોંગ્રેસના ઘણા નેતાઓ અને કાર્યકરોને નજરકેદ પણ કર્યા હતા. વડાપ્રધાન મહારાષ્ટ્રમાં વિવિધ વિકાસકારોનું ખાતમુહૂર્ત-શિલાન્યાસ કર્યો
આ પહેલાં વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના પાલઘરમાં વાઢવણ પોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે 76,000 કરોડ રૂપિયા છે. મોદીએ લગભગ રૂપિયા 1560 કરોડના મૂલ્યની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર માટે મોટા નિર્ણયો લેવાયા છે. વાઢવણ પોર્ટનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ દેશનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ હશે. કોંગ્રેસના પ્રદર્શનની 3 તસવીર મોદીએ મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં કહ્યું - હું AIના દુરુપયોગથી ચિંતિત છું
અગાઉ મોદીએ મુંબઈમાં Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં કહ્યું હતું - હું AIના દુરુપયોગ વિશે ચિંતિત છું. AIના નૈતિક ઉપયોગ માટે વૈશ્વિક માળખું બનાવવામાં આવશે. ગ્લોબલ ફિનટેક ઈવેન્ટ 28થી 30 ઓગસ્ટ દરમિયાન યોજાઈ હતી. એમાં 800થી વધુ વક્તાઓ અને 80,000થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ અને સેબીના વડા માધવી પુરી બૂચ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. મોદીના 28 મિનિટના ભાષણના મુખ્ય મુદ્દાઓ... પીએમ મોદીએ ડિસેમ્બર 2023માં અનાવરણ કર્યું હતું
ગયા વર્ષે 4 ડિસેમ્બરે નૌસેના દિવસની ઉજવણી દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા સ્થાપિત કરવાનો હેતુ છત્રપતિ શિવાજી મહારાજના વારસા અને આધુનિક ભારતીય નૌકાદળ સાથે મરાઠા નૌકાદળના ઐતિહાસિક સંબંધનું સન્માન કરવાનો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.