આગામી જન્માષ્ટમી તહેવાર સબબ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે અનુસંધાને વેરાવળ શહેર વિસ્તારમાં ફ્લેગ - At This Time

આગામી જન્માષ્ટમી તહેવાર સબબ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે અનુસંધાને વેરાવળ શહેર વિસ્તારમાં ફ્લેગ


💫 *::આગામી જન્માષ્ટમી તહેવાર સબબ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે અનુસંધાને વેરાવળ શહેર વિસ્તારમાં ફ્લેગ માર્ચનુ આયોજન કરતી વેરાવળ સીટી પોલીસ ::* 💫

જુનાગઢ રેન્જ *પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા ગીર સોમનાથ જીલ્લા *પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ* તથા *વિભાગીય પોલીસ અધિકારીશ્રી વી.આર.ખેંગાર સાહેબનાઓ* દ્રારા આગામી જન્માષ્ટમી તહેવાર સબબ અત્રેના જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે જે અંગે પોલીસ સ્ટેશન વિસ્તારમાં તકેદારી રાખવા સુચના આપવામાં આવેલ હોય તે અનુસંધાને
આજરોજ વેરાવળ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી તથા વેરાવળ સીટી પોલીસ સ્ટેશનનાં પો.સબ.ઇન્સ. કે.એન.મુછાળ તથા પો.સબ.ઇન્સ. એસ.એમ.દેવરે તેમજ ચોકી સ્ટાફ તથા ડી-સ્ટાફ તથા હો.ગા.જવાનો સાથે પો.સ્ટે. વિસ્તાર શોભાયાત્રા નિકળનાર હોય તથા મટકી ફોડ કાર્યક્રમ હોય તથા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવેલ. તેમજ જરૂરી ચેકીંગ કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.