સુઈગામ બાર. એસોસિએશન દ્વારા વાવ-થરાદ જિલ્લાના સમર્થનમાં પ્રાંત કલેકટરને સમર્થનપત્ર અપાયું. - At This Time

સુઈગામ બાર. એસોસિએશન દ્વારા વાવ-થરાદ જિલ્લાના સમર્થનમાં પ્રાંત કલેકટરને સમર્થનપત્ર અપાયું.


બનાસકાંઠામાં જિલ્લામાંથી નવીન વાવ-થરાદ જિલ્લા ની જાહેરાત કરતાંની સાથે જ લોકોમાં ક્યાંક સમર્થન તો ક્યાંક વિરોધ પણ થઈ રહ્યો હતો, જેને લઈ જિલ્લા કલેક્ટરએ નવીન જિલ્લાને લઈ જનતાને કોઈ રજુઆત હોય તો 31 જાન્યુઆરી થી તા.2 ફેબ્રુઆરી 2025 સુધી 3 દીવસમાં લેખિતમાં રજુઆત/સૂચનો મંગાવાયા હતાં, જેને લઈ આજે વાવ-થરાદ જિલ્લાના સમર્થનમાં સુઈગામ સિવિલ કોર્ટના બાર.એસોસિએશન દ્વારા સુઈગામ પ્રાંત કલેક્ટરને લેખિતમાં વાવ-થરાદ જિલ્લાને સમર્થન માટેનું સમર્થનપત્ર અપાયું હતું.જેમાં સુઈગામ બાર.એસોસિએશનના પ્રમુખ કે.પી ગઢવી, ઉપપ્રમુખ વિપુલભાઈ ઓઝા, અમૃતભાઈ ભાટીયા,કે.કે પરમાર,સી.એમ જોષી,રાજુભાઈ માળી, વિક્રમભાઈ પ્રજાપતિ માનવરાજ પારેગી સહિતના સુઈગામ સિવિલ કોર્ટના વકીલો સાથે મળી વાવ-થરાદ જિલ્લાના સમર્થનમાં સમર્થનપત્ર આપવામાં આવ્યું હતું.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image