કેશોદમાં જેટોમાં આઉટસોર્સિંગથી નોકરી કરતા કર્મચારીઓએ મામલતદારને આવેદનપત્ર આપ્યું - At This Time

કેશોદમાં જેટોમાં આઉટસોર્સિંગથી નોકરી કરતા કર્મચારીઓએ મામલતદારને આવેદનપત્ર આપ્યું


આઉટ સોર્સિંગથી નોકરી કરતા કર્મચારીઓના વિવિધ પ્રશ્નોની રજુઆત માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું માંગણીઓ નહી સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારીછે

કેશોદ મામલતદાર કચેરી ખાતે જેટકોમાં આઉટ સોર્સિંગથી નોકરી કરતા કર્મચારીઓ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું કે તમામ કર્મચારીઓ વિવિધ કોન્ટ્રાકટર આઉટ સોર્સિંગથી જેટકો કંપનીમા છેલ્લા ૧૫વર્ષના અનુભવ ધરાવી માત્ર ૧૦૦૦ થી ૮૦૦૦ હાજર જેવા નજીવા વતનથી એક કૌશલ્ય (સ્ટીલ) કર્મચારી તરીકે કામ કરીએ છીએ અમારું ભણતર ડીપ્લોમાં આઈ.ટી.આઈ અથવા ડીગ્રી હોય તેમજ કામ કરવા માટે પુરતી અનુભવ હોય પરંતુ અમને વેતનમાં કોયપણ જાતનો ફાયદો કે લાભ આજદિન સુધી જોવા મળ્યો નથી કર્મચારીઓને હાલની મોધવારી પ્રમાણે માસિક વેતન ઓછું આપી આમારું શોષણ થાયછે વર્ષના અંતે મોંઘવારી પ્રમાણે નક્કી કરી ૩ થી ૧૦% વેતનમાં વધારો મળવો જોઈએ કર્મચારી તેમજ પરિવાર માટે મેડીકલ ભથ્થું મળવું જોઈએ કર્મચારીના રહેણાંક ખર્ચ માટે એચઆરએ મળવું જોઈએ કર્મચારી હાઈવોલ્ટેજ સીસ્ટમ મુજબ જોખમી કામ કરતા હોય જેથી કર્મચારીને રિસ્ક એલાઉન્સ પણ મળવું જોઈએ કર્મચારી દર વર્ષે બોનસ જેવા લાભો મળવા જોઈએ.
આઉટ સોર્સિગ કર્મચારીની સ્કીલ અનુભવ ધ્યાને લઈ ભવિષ્યમાં થતી કાયમી ભરતીમાં ૨૦% જગ્યામાં પરીક્ષા કે ઈન્ટરવ્યુ ભરતી થવી જોઈએ હાલ કંપની અથવા સરકાર દ્વારા જે તાલીમાર્થી એપ્રેન્ટીસને ભરવામાં આવેછે તેમને વેતન પેટે ૮૦૦૦ થી ૧૦૦૦૦ રૂપિયા આપવામાં આવેછે જે અમારા જેવા કોશલ્ય કર્મચારીના વેતન કરતા પણ વધારેછે અમારી ઉપરોક્ત માંગણી દિવસ-૧૦માં નહિ સંતોષાવામાં તો તા.૧૫.૦૯.૨૦૨૨ નારોજ સવારે ૧૦.૦૦ કલાકે કાર્ય સ્થળ ઉપર કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરીશું તેમજ ત્યાર બાદ તા.૧૬.૦૯.૨૦૨૨ નારોજ જટકો ઓફીસમાં સવારે ૧૦:૦૦ કલાકે સ્વૈચ્છિક ધરણા કરીશું તેમજ તા ૧૭ ૦૯ ૨૨ ના, પણ તેમાં આઉટ સોર્સિંગ સવારે ૧૦:૦૦ કલાકે સ્વૈચ્છિક હડતાલ શટ ડાઉન કરી કામ કરવાથી જેટકોના સબ સ્ટેસન કે વીજળી વિક્ષેપ પડે કે કોઈ નુકશાની થાય તેમની જવાબદારી અમોની નહિ રહેશે નહી તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું
દશ દિવસમાં માંગણી નહી સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારીછે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon