જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું............ - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું…………


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું............
આજરોજ જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ આશ્રમ, હિંમતનગરમાં સ્વ. પુષ્પાબેન ભોગીલાલ જાની ની પુણ્યતિથિ નિમિત્તે દિવ્યાંગોને તિથિ ભોજન આપવામાં આવ્યુ. જેમાં દાતા તરીકે ભાવિનીબેન જાની, ઇલાબેન જાની અને તેમના પરિવારજનો હાજર રહ્યા. તેઓ જાયન્ટ્સ હિંમતનગર સહિયર ગ્રુપના કારોબારી સભ્ય છે. આ કાર્યક્રમમાં ગ્રુપના પ્રમુખ સોનલબેન મહેતા, ઇલાબેન જાની, ગીતાબેન શાહ, દક્ષાબેન, રેખાબેન પટેલ, ભાવનાબેન સોની તથા અન્ય બહેનો હાજર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.