ભરબપોરે પણ કાતિલ ઠંડા પવનનું રાજ - At This Time

ભરબપોરે પણ કાતિલ ઠંડા પવનનું રાજ


હવાના દબાણનો તફાવત રહેતા ઠંડા પવનો ફુંકાય છે, પવનની ઝડપને કારણે વધુ ઠંડી લાગે છે

શહેરમાં વિન્ડ ચિલ્ડ ફેક્ટર ઈફેક્ટ, શરદી- ઉધરસ, વાયરલ ઈન્ફેકશનના દર્દીમાં વધારો થયો

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી લઘુતમ તાપમાન ડબલ ડિજિટમાં રહે છે પરંતુ ઠંડો પવન ફુંકાય છે જેને કારણે લોકો ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. હવામાનખાતાના જણાવ્યા મુજબ 26 જાન્યુઆરી સુધી ઠંડો પવન રહેશે. ત્યારબાદ સીંગલ ડિજિટમાં તાપમાન પહોંચશે. 15 ફેબ્રુઆરી સુધી ઠંડી રહેશે. ત્યારબાદ 15 માર્ચ સુધી ઠંડી-ગરમી બન્ને અનુભવાશે. વધુમાં હવામાનખાતાના જણાવ્યા મુજબ સામાન્ય રીતે હવાના દબાણનો તફાવત વધુ રહેતો હોવાને કારણે ઠંડા પવનો ફુંકાય છે. પવનો વધુ ઝડપે ફુંકાતા હોવાને કારણે ઠંડી હોય તેના કરતા વધુ અનુભવાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon