રાધનપુરમાં ખાનગી કંપની દ્વારા મોબાઈલ ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ કરાતા સોસાયટીના રહીશો દ્વારા વિરોધ..
પાટણ..
રાધનપુર..
અનિલ રામાનુજ રાધનપુર..
રાધનપુરમાં ખાનગી કંપની દ્વારા મોબાઈલ ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ કરાતા સોસાયટીના રહીશો દ્વારા વિરોધ..
મોબાઇલ ટાવર ઉભો કરવાની કામગીરી તાકીદે અટકાવવા સોસાયટીના રહીશો એકત્રિત થઇને નગરપાલીકામાં ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી..
*વિઠ્ઠલનગર સોસાયટીના રહીશો દ્વારા પાલિકાના ચીફ ઓફિસર, સ્થાનિક ધારાસભ્ય સહીત,કલેકટરને લેખિતમાં રજૂઆત કરાઈ ...*
પાટણ જિલ્લાના રાધનપુર શહેર ખાતે મોબાઇલ ટાવર ઉભો કરવાની કામગીરી તાકીદે અટકાવવા સોસાયટીના રહીશો એકત્રિત થઇને નગરપાલીકામાં ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે.રાધનપુરના મશાલી રોડ ખાતે આવેલ વિઠ્ઠલનગર સોસાયટીમાં ખાનગી કંપની દ્વારા મોબાઈલ ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ કરાતા સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકામાં લેખિતમાં અરજી આપીને તેનો વિરોધ કરી રજૂઆત કરી હતી.
રાધનપુર શહેરના વોર્ડ નંબર 7માં આવેલ વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેણાક વિસ્તારમાં ખાનગી કંપનીના મોબાઈલ ટાવરની કામગીરી સામે સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીના મોબાઈલ ટાવર બનાવવા સારું ખુલ્લા પ્લોટમાં ઊંડાઈમાં ખાડો કરીને ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ થાય તે પહેલાં સોસાયટીના રહીશો દ્વારા વિરોધ નોંધાવ્યો છે. મોબાઈલ ટાવરના રેડિયેશનથી માનવ શરીર અને પશુ પંખીઓ પર થતી આડ અસરોનાં કારણે અનેક ગંભીર બીમારીઓ થવાની શક્યતાઓને લઈ મોબાઇલ ટાવર ઉભો કરવાની કામગીરી તાકીદે અટકાવવા સોસાયટીના રહીશો એકત્રિત થઇને નગરપાલીકામાં ચીફ ઓફિસરને લેખિતમાં વાંધા અરજી આપીને અન્ય જગ્યાએ ટાવર નાખવા માટે રજૂઆત કરી હતી.
આ મોબાઈલ ટાવરને લઈને લોકોના સ્વાસ્થ્યને ખતરો છે : સ્થાનિક રહીશ
રાધનપુર શહેરના વિઠ્ઠલનગર સોસાયટી ખાતે રહેતા રેખાબેન, વિમળાબેન, કેશાજી સહિતના રહીશોએ જણાવ્યું હતું કે સોસાયટીમાં ટાવર ઉભો કરવા માટે ચૌદ થી પંદર ફૂટ જેટલો ઊંડાઈમાં ખાડો ખોદીને ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ કરાઈ રહી છે.ત્યારે મોબાઈલ ટાવર ઊભું કરવામાં આવે તો આવનારા સમયમાં ટાવરના રેડિયેશનથી માનવ શરીર અને પશુ પંખીઓ પર આડ અસરોથી ગંભીર બીમારીઓ થવાની શકયતા છે. જેને લઈને વિઠ્ઠલનગર સોસાયટીના રહીશો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરી છે અને કલેકટર સુધી લેખિતમાં રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.