પોરબંદરમાં ભાજપની સ્થિતિ કફોડી, આ સમાજે સીએમની સભાનો કર્યો બહિષ્કાર - AT THIS TIME

પોરબંદરમાં ભાજપની સ્થિતિ કફોડી, આ સમાજે સીએમની સભાનો કર્યો બહિષ્કાર

,


ધારાસભ્ય બાબુ બોખીરિયાનો પોરબંદરમાં સખત વિરોધ થઈ રહ્યો છે. સતત બે દિવસે બાબુ બોખિરીયાનો વિવિધ સમાજ દ્વારા ઉધડો લેવાઈ રહ્યો છે. પોરબંદર ખારવા સમાજ દ્વારા ધારાસભ્ય બાબુ બોખીરિયાનો ઉગ્ર વિરોધ થયો છે. ખારવા સમાજના ઉગ્ર વિરોધને કારણે વિજય રૂપાણીની જાહેર સભા પૂર્વે થયેલી રેલીનું આયોજન બાબુ બોખીરિયાએ રદ કરાવ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે.


ખારવા સમાજના લેટર પેડ પર વિજય રૂપાણીની જાહેર સભા અને બાબુ બોખીરિયાનો વિરોધ થતા સામી ચૂંટણીએ ભાજપની સ્થિતિ કફોડી બની છે. રૂપાણીની સભામાં જનાર સામે ખારવા સમાજે આકરા પગલાં ભરવાની ચીમકી આપવામાં આવી હતી. ખારવા સમાજના પ્રમુખની ઓડિયો કલીપમાં આવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રવિવારે માલધારી સમાજ દ્વારા બાબુ બોખીરિયાનો ઉધડો લેવામાં આવ્યો હતો. તો સાંજે પ્રચાર દરમિયાન પાણીના મુદ્દે મહિલાઓએ બાબુ બોખીરિયાનો ઘેરાવ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
    

You're currently offline

Translate »