લખતર એપીએમસી દ્વારા નવનિર્મિત કરાયેલ દુકાનમાંથી ખેતીવાડી વિભાગ દ્વારા લાભાર્થીઓને પ્રાકૃતિક ખેતી અંતર્ગત કીટ વિતરણ કરવામાં આવ્યુ
લખતર એપીએમસી દ્વારા નવનિર્મિત કરાયેલ દુકાનમાંથી ખેતીવાડી વિભાગ દ્વારા લાભાર્થીઓને પ્રાકૃતિક ખેતી અંતર્ગત કીટ વિતરણ કરવામાં આવ્યુગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત અને સરકારશ્રીના માર્ગદર્શન મુજબ એપીએમસીમાંથી ખેતીવાડી વિભાગે કીટ વિતરણ કર્યુલખતર એપીએમસી દ્વારા રોડ ઉપર હમણાં થોડા સમય પહેલા આશરે 15 જેટલી દુકાન બનાવી છે આમાની ત્રણથી ચાર દુકાનમાં ખેતીવાડી વિભાગ દ્વારા લખતર તાલુકાના ખેડૂતોને સેજા મુજબ પ્રાકૃતિક ખેતી અંતર્ગત જુદીજુદી કીટનું સ્ટોરજ કર્યું હતું ત્યારે છેલ્લા બેદીવસથી લખતર તાલુકા ખેતીવાડી વિભાગના ગ્રામસેવકો દ્વારા ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ અને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતને વળવા સતત આહવાન કરતા એવા દેવવ્રતજી અને ગુજરાત સરકારના માર્ગદર્શન મુજબ કીટ વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે બિટી કપાસનું બિયારણ દિવેલા એટલે એરંડા સહિતના બિયારણનું સરકારશ્રીની જુદીજુદી સ્કીમ મુજબ વિતરણ કરવામાં આવી રહ્યું છે લખતર તાલુકા પંચાયત ખેતીવાડી વિભાગના ગ્રામ સેવકો દ્વારા જણાવ્યા મુજબ આ વિતરણનો લાભ મોટી સંખ્યામાં ખેડૂતોએ લીધો છે અને હજુ વધુ ખેડૂત આ વિતરણ યોજનાનો લાભ લેશે અને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે
રિપોર્ટર વિજય જોષી લખતર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.