શ્રી વિંઝાત ભગત મહેર સમાજ વિસાવાડા-મુળ દ્વારકા ખાતે શનિવારથી રામદેવ ભક્તિ માનસ કથાનો આરંભ - At This Time

શ્રી વિંઝાત ભગત મહેર સમાજ વિસાવાડા-મુળ દ્વારકા ખાતે શનિવારથી રામદેવ ભક્તિ માનસ કથાનો આરંભ


રામદેવ કથાના વ્યાસાસે મેસવાણીયાના શાસ્ત્રી કલ્યાણદાસ બાપુ મધુરકંઠે સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે. તૈયારીનો ધમધમાટ

ગોસા(ઘેડ)તા. ૨૭/૧૨/૨૦૨૪
પોરબંદર તાલુકાના બરડા પંથકના વિસાવાડા-મૂળ દ્વારકા મુકામે શ્રી વિંઝાત ભગત મહેર સમાજ વિસાવાડા ખાતે શ્રી ખોડિયાર માતાજી ની અસીમ કૃપા અને પરબના પીર અને બાર બીજના ઘણી એવા નકલંક નેજા ધારી શ્રી રામદેવજી મહારાજના આશીર્વાદથી અને પ્રાતઃ સ્મરણીય શુરવીર સંત કેશવાલા મહેર શ્રી વિંઝાત ભગત અને વિર વિંઝરા ભગત ની પવન ભૂમિમાં સવંત ૨૦૮૧ માગશર વદ-૧૩ ને શનિવાર તા. ૨૮/૧૨/૨૦૨૪ થી પોષ સુદ-૪ ને શુક્રવાર તા. ૦૩/૦૧/૨૦૨૫ સુધી સાત દિવસય ભાવ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યથી પરિપૂર્ણ એવી શ્રી રામદેવ ભક્તિ માનસ સાત દિવસીય કથા યજ્ઞનું ભવ્યતાભિવ્ય આયોજન સમસ્ત વિસાવાડા ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ છે.આ શ્રી રામદેવ રામાયણ કથાના પ્રવક્તા મેસવાણીયા-મેંદરડાના શ્રી રામદેવ રામાયણ કથા ભગવતાચાર્ય શાસ્ત્રી કલ્યાણદાસ બાપુ વ્યાસપીઠ પર બિરાજમાન થઈ મધુર કંઠે સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. રામદેવ કથાનો સમય દરરોજ સવારના ૯-૦૦ થી ૧૨-૦૦ તેમજ બપોરના ૩-૦૦થી ૬-૦૦ દરમ્યાન કથા રસપાન કરાવશે.
આ ધાર્મિક મહોસ્તવમાં શ્રી રામદેવ ભક્તિ માનસ કથા સેવા સમિતિ-વિસવાડા દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં સમસ્ત વિસવાડા ગ્રામજનો માં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
શ્રી વિંઝાત ભગત મહેર સમાજ વિસાવાડા ખાતે ભાવ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યથી પરિપૂર્ણ એવી શ્રી રામદેવ ભક્તિ માનસ સાત દિવસીય કથા મહોસત્વના કાર્યક્રમમાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે.
શ્રી રામદેવ ભક્તિ માનસ કથામાં આવતા વિવિધ પ્રસંગો માં શ્રી રામદેવ ભક્તિ માનસ કથાની પોથી યાત્રા તા. ૨૮/૧૨ ને શનિવાર ના બપોરના ૩:૦૦ કલાકે, રામદેવજી પ્રાગટ્ય ઉસત્વ તા. ૨૯/૧૨ ને રવિવાર ના સાંજના ૫:૦૦ કલાકે, બાળ લીલા તા. ૩૦/૧૨ ને સોમવાર ના બપોરના ૩:૦૦ કલાકે, રામદેવજી વિવાહ તા.૩૧/૧૨ ને મંગળવાર ના બપોરના ૩:૦૦ કલાકે જયારે સાંજના રામદેવપીર પાટોસત્વનો તેમજ સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં પાટોસ્ત્વમાં ગાદીપતિ તરીકે રોહિત બાપુ મેસવાણીયા બિરાજશે. જયારે સાંજના ૧૦ કલાકે શરૂ થનાર સંતવાણી માં અશોકબાપુ મેસવાણીયા અને પ્રકાશબાપુ મેસવાણીયા સાંજિંદા ગ્રુપ ભજનોની રમઝટ બોલાવશે.
તા. ૦૧-૦૧-૨૦૨૫ ને બુધવારે બપોરના ૪-૦૦ કલાકે રામદેવજી ભક્ત ચરિત્ર તા. ૦૨ ને ગુરૂવાર ના બપોરના ૩-૦૦ કલાકે સનાતન પીર પરંપરા અને તા.૦૩/૦૧/૨૦૨૫ ને શુક્રવાર ના બપોરના ૪-૦૦ કલાકે પરદે પરીયાણ (સમાધિ) મહોસત્વનો કાર્યક્રમ ઉજવાશે.
શ્રી રામદેવ ભક્તિ માનસ કથા દરમ્યાન દરરોજ રાત્રીના ૯ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તા. ૨૮ ના વિસાવાડા ભક્ત મંડળ નો ભજન સંતવાણીનો, તા. ૨૯ ના સહદેવ કેશવાલા અને લીલુંબેન કેશવાલા નો મ્યુઝીકલ ઓસ્ક્રેસ્ટા રાસ ગરબાનો,તા.૩૦ ના વિજયભાઈ ઓડેદરા અને સુનીતાબેન મારૂ નો મ્યુઝીકલ ઓસ્ક્રેસ્ટા રાસ ગરબાનો, તા. ૩૧ ના ભવ્ય સંતવાણીમાં કલ્યાણદાસ બાપુઅને પ્રકાશભાઈ મેસવાણીયા નો, તા. ૧ જાન્યુઆરીના પૂજ્ય માલદેવજી બાપુ ની ૫૯મી પુણ્યતિથિ નિમિતે નામાંકિત મહેર જ્ઞાતિનો મણિયારો રાસ અને તારીખ ૩ ને શુક્રવારના સાંજના ૯ કલાકે ભીમભાઇ ઓડેદરા આદિત્યાણાવાળા નો પ્રખ્યાત કાન ગોપીના રાસ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે કથા દરમ્યાન ભાવિક ભક્તજનો માટે દરરોજ બપોરના ૧૨ વાગ્યે અને સાંજના ૭ વાગ્યાથી મહા પ્રસાદ સતત ચાલુ રહેશે.
શ્રી રામદેવ રામાયણ સાત દિવસય કથા જ્ઞાનયજ્ઞનો લાભ લેવા, શ્રી હરીગુણ ગાવા તથા આ પવન સતસંગ સાગરમાં પરમઆનંદ પ્રાપ્ત કરવા અને મહાપ્રસાદ ગ્રહણ કરવા દરેક ભાવિક ભક્તજનોએ પધારવા સમસ્ત વિસવાડા ગામ શ્રી રામદેવ ભક્તિ માનસ કથા સેવા સમિતિ દ્વારા પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રિપોર્ટર:વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.