ધંધુકા હોનેસ્ટ હોટલ ખાતે હોલ્ટ કરી રહેલ લક્ઝરી બસમાંથી 42,35,000 ના સોનાના દાગીનાની ચોરી
ધંધુકા માં આવેલ હોટલ હોનેસ્ટ ખાતે હોલ્ટ માટે ઉભી રહેલ લક્ઝરી બસમાંથી 42,35,000 ના સોનાના દાગીનાની ચોરી
અમદાવાદ જીલ્લા ના ધંધુકા માં મળતી માહિતી મુજબ સાવરકુંડલા થી બોમ્બે જય રહેલ યુનિટી લક્ઝરી માં સવાર નદીમ બેન આહિર તેમજ તેમના દીકરા ધ્રુવરાજ સાવરકુંડલાના ખાંભા ગામેથી સંબંધી ના ઘરે થી લગ્ન પ્રસંગ પતાવી પોતાના વતન વલસાડ ખાતે લક્ઝરીમાં જઈ રહ્યા હતા તે દરમિયાન લક્ઝરી દ્વારા ધંધુકા ની હોટલ હોનેસ્ટ પર ચા પાણીનો હોલ્ટ માટે લક્ઝરી ઉભી રહેલ તે દરમિયાન તેમાં સવાર નદીમ બેન તેમજ તેમનો દીકરો નીચે ચા પીવા માટે આવેલ તે દરમિયાન બે અજાણ્યા ઈસમો દ્વારા તેમના સોફા પર રહેલ થેલા ને ચિરો મારી દાગીના ભરેલા બોક્સમાંથી દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા દાગીનામાં હાર ચેન બુટ્ટી બધું થઈ ને ટોટલ 77 તોલા સોનાની ચોરી થવા પામી હતી જેની કિંમત 42,35,000 હજાર છે ધંધુકા પોલીસ દ્વારા ચોર ને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
