પાઈલટ આત્મહત્યા કેસ- સૃષ્ટિ-બોયફ્રેન્ડ વચ્ચે 11 કોલ થયા:વીડિયો કોલમાં કહ્યું- આત્મહત્યા કરવા જઈ રહી છું; બોયફ્રેન્ડે કહ્યું- હું પણ સુસાઈડ કરી લઈશ
એર ઈન્ડિયાની પાઈલટ સૃષ્ટિ તુલી આત્મહત્યા કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. તપાસ કરી રહેલા મુંબઈ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, આત્મહત્યા પહેલા સૃષ્ટિ અને તેના બોયફ્રેન્ડ આદિત્ય વચ્ચે 11 વખત ફોન પર વાત થઈ હતી. સૃષ્ટિએ આદિત્યને વીડિયો કોલ પણ કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે તે આત્મહત્યા કરવા જઈ રહી છે. NDTVના અહેવાલ મુજબ, પોલીસ પૂછપરછ દરમિયાન આદિત્યએ જણાવ્યું કે તેણે સૃષ્ટિને ધમકી આપી હતી અને કહ્યું હતું કે જો તેણી આત્મહત્યા કરશે તો તે પણ આત્મહત્યા કરી લેશે. પોલીસે જણાવ્યું કે, આત્મહત્યા પહેલા સૃષ્ટિ અને આદિત્ય વચ્ચે વોટ્સએપ પર ચેટિંગ પણ થઈ હતી. આદિત્યએ આમાંથી ઘણા મેસેજ ડિલીટ કરી દીધા છે. પોલીસ મેસેજ રીકવર કરવાનો પ્રયાસ કરી રહી છે. હકીકતમાં 25 નવેમ્બરે 25 વર્ષની પાઈલટ સૃષ્ટિનો મૃતદેહ મુંબઈના એક ફ્લેટમાંથી મળી આવ્યો હતો. તેણે ડેટા કેબલ સાથે ફાંસો ખાઈ લીધો હતો. આરોપ છે કે તેણે તેના બોયફ્રેન્ડથી નારાજ હોવાના કારણે આત્મહત્યા કરી છે. સૃષ્ટિના કાકાની ફરિયાદ બાદ આરોપી બોયફ્રેન્ડની 26 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. પરિવારના બોયફ્રેન્ડ આદિત્ય પર 3 આરોપ
સૃષ્ટિના કાકા વિવેક કુમાર તુલીની ફરિયાદના આધારે પવઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં ઘણી બાબતો સામે આવી છે. આદિત્ય ઘણીવાર તેની ગર્લફ્રેન્ડ સાથે ગેરવર્તન કરતો હતો. તેણે આદિત્ય પર 4 આરોપ લગાવ્યા... ગોરખપુરની સૃષ્ટિના પિતા બિઝનેસમેન, દાદા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયા હતા
સૃષ્ટિ તુલી ગોરખપુરના પ્રતિષ્ઠિત વેપારી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેનો પરિવાર રામગઢતાલ વિસ્તારના આઝાદ ચોકમાં રહેતો હતો. તેના પિતા વિશાલ તુલી ગોરખપુરના મોટા બિઝનેસમેન અને ગોલ્ડન ગેસ એજન્સીના માલિક છે. સૃષ્ટિના દાદા 1971ના ભારત-પાક યુદ્ધમાં શહીદ થયા હતા, અને તેના કાકાએ ભારતીય સેનામાં સેવા આપી હતી. સૃષ્ટિની સફળતા પર તેમના પરિવારને હંમેશા ગર્વ હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ સૃષ્ટિએ પાઈલટ બનવાનું સપનું જોયું અને તેણે ગોરખપુરની પ્રથમ મહિલા પાઈલટ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ સિદ્ધિ પર સૃષ્ટિનું સન્માન કર્યું હતું, જે તેના પરિવાર અને શહેર માટે ગર્વની વાત હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.