ઇસનપુર પોલીસ દ્વારા કુલ ૧,૫૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી કુલ ત્રણ ગુના શોધી કરી. - At This Time

ઇસનપુર પોલીસ દ્વારા કુલ ૧,૫૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી કુલ ત્રણ ગુના શોધી કરી.


ઇસનપુર પોલીસ સ્ટેશન ગુના નં પાર્ટ-એ-૧૧૧૯૧૦૨૨૨૨૦૫૭૧/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦ મુજબના કામના ફરીયાદી વિનોદકુમાર દિનેશભાઇ જૈન ઉ.વ.- ૨૭ રહે-મ.ન. ૦૭ જયવિમલ સોસાયટી ઘોડાસર તળાવ પાસે કેડીલા રોડ ઘોડાસર ગામ,અમદાવાદ શહેરનાઓની ફરીયાદના કામે ગઇ તા૨૮/૦૫/૨૦૨૨ ના કલાક ૨૩/૩૦ વાગ્યાથી તા ૨૯/૦૫/૨૦૨૨ ના કલાક ૦૩ : ૧૫ વાગ્યા દરમ્યાનમા ફરીયાદીના મકાનના પહેલા માળે મકાનની બહાર આવેલ ખુલ્લી બાલ્કનીમાથી જુદીજુદી કંપનીના અને મોડલના મોબાઇલ ફોન નંગ-૫ કુલ કિંમત રૂપિયા ૬ર,૦૦૦ તથા બેડરૂમમાં રાખેલ તિજોરીમાથી રોકડા રૂપિયા ૪૩,૦૦૦ તથા બીજા રૂમમા તિજોરીમાંથી ફરીયાદીની સોનાની ચેઇન આશરે ૧૫ ગ્રામ વજનની કિંમત રૂપિયા ૪૫,૦૦૦ ની તથા સોનાની વિંટી નંગ-૧૧ આશરે ચાર ગ્રામ વજન ની કિંમત રૂપિયા ૧૨,૦૦૦ ની મળી કુલ રૂપિયા ૧,૬૬,૦૦૦ ની મત્તાની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ,

સદર ગુનો દાખલ થયા બાદ મે.પોલીસ કમિશ્નર સાહેબશ્રી અમદાવાદ શહેર તથા મે.સયુક્ત પોલીસ કમિશ્નર શ્રી સેક્ટર-૨ સાહેબ તથા મે.નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન-૬ સાહેબ તથા મે.મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી જે - ડીવીઝન સાહેબનાઓ તરફથી આવા ગુનાઓ શોધી કાઢવા સુચના આપતા જે સુચના આધારે પોલીસ ઇન્સપેકટર શ્રી ડી.ડી.ગોહીલ સાહેબ નાઓના સીધા માર્ગ દર્શન અને સુચના હેઠળ,

સર્વેલન્સ સ્કોડ પો.સબ.ઇન્સ ડી.જે. લકુમ નાઓએ સર્વેલન્સ સ્કોડના માણસોની જુદી-જુદી ટીમો બનાવી બનાવવાળી જગ્યા તથા તેની આસપાસના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા સી.સી.ટી.વી ફુટેજમા એક ઇસમ જણાઇ આવતા જે ફુટેજમા જણાતા ઇસમ ની સર્વેલન્સ સ્કોડના માણસોએ બાતમીદારો થી ઓળખ કરાવતા ફુટેજમા જણાતો ઇસમ અગાઉ મણીનગર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામા પકડાયેલો પ્રકાશ ઉર્ફે પકો સ.ઓ ચન્દુભાઇ દેવીપુજક રહે,બળીયાકાકા ની ચાલી હેડગેવર ભવનની બાજુમા જુના ઢોર બજાર મણીનગર અમદાવાદ શહેરનાનો હોવાની ઓળખ થતા સદરીની તપાસમાં હતા દરમ્યાનમાં ગઇ તા ૦૩/૦૬/૨૦૨૨ ના કલાક ૨૨/૩૦ વાગે અ.પો.કો દશરથભાઇ પરસોત્તમભાઇ તથા લોકરક્ષક ભરતભાઇ લક્ષ્મણભાઇ નાઓની સંયુક્ત બાતમીથી મીરા ચાર રસ્તાથી મિલ્લતનગર ઢાળ તરફ જતા રસ્તેથી આરોપી પ્રકાશ ઉર્ફે પકો સ.ઓ ચન્દુભાઇ દેવીપુજક રહે,બળીયાકાકાની ચાલી હેડગેવર ભવનની બાજુમા જુના ઢોર બજાર મણીનગર અમદાવાદ શહેરનાને જુદીજુદી કંપનીના મોબાઇલ ફોન નંગ-૯ કિંમત રૂપિયા ૮૯,૦૦૦ તથા સોનાની ચેઇન નંગ-૦૧ કિંમત રૂપિયા ૪૫,૦૦૦ તથા રોકડા નાણા રૂપિયા ૨૧,૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૫૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી લેવામા આવેલ જે આરોપીનો કોરોના રીપોર્ટ કરાવી કોરોના રીપોર્ટનેગેટીવ આવતા સદરી આરોપીને તા ૦૪/૦૬/ ૨૦૨૨ ના કલાક ૧૪ : ૩૦ વાગે ગુનામા અટક કરવામાં આવેલ અને આરોપીની પુછપરછ દરમ્યાનમા ચાર મોબાઇલ ફોન તથા સોનાની ચેઇન તથા રોકડા રૂપિયા ૨૧,૦૦૦ ઘોડાસર જયવિમલ સોસાયટીમાંથી ચોરી કરીને લાવેલ તે પૈકીના તથા બે મોબાઇલ ફોન ઇસનપુર સિધ્ધેશ્વર મહાદેવ મંદિરની આગળ પાર્ક કરેલ ૧૦૮ માથી ચોરી કરીને લાવેલ તે તથા બે મોબાઇલ ફોન મણીનગર દિપચંદન એપાર્ટમેન્ટ માંથી ચોરી કરીને લાવેલ તે પૈકીના હોવાનુ જણાવેલ જે બાબતે ઇસનપુર પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો એક ગુનો તથા મોબાઇલ ચોરીનો એક ગુનો તહા મણીનગર પો.સ્ટેશનનો ઘરફોડ ચોરીનો એક ગુનો મળી કુલ-૩ ગુના શોધી કાઢેલ છે,

તા ૦૫/૦૬/૨૦૨૨ શોધાયેલ ગુના:-

(૦૧) ઇસનપુર પોલીસ સ્ટેશન ગના નં-પાર્ટ-એ-૧૧૧૯૧૦૨૨૨૨૦૫૭૧/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦
(૦૨) ઇસનપુર પોલીસ સ્ટેશન ગુના નં-પાર્ટ-એ-૧૧૧૯૧૦૨૨૨૨૦૫૭૩/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯
(૦૩) મણીનગર પોલીસ સ્ટેશન ગુના નં-પાર્ટ-એ-૧૧૧૯૧૦૩૨૨૨૦૪૬/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૮૦ મુજબ કબ્જે કરેલ મુદ્દામાલ

(૧) એક સેમસંગ કંપનીનો એફ-૧૨ મોડલનો મોબાઇલ ફોન કિમત રૂપિયા ૮,૦૦૦/-નો
(૨) એક રેડ-મી કંપનીનો નોટ-૦૫ પ્રો મોડલનો મોબાઇલ ફોન કિમત રૂપિયા ૧૦,૦૦૦/-નો
(૩) એક એમ.આઇ.કંપનીનો એ-૦૩ મોડલનો મોબાઇલ ફોન કિમત રૂપિયા ૧૧,૦૦૦/-નો
(૪) એક વન પ્લસ કંપનીનો ૬ મોડલનો મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૨૫,૦૦૦/-નો
(૫) એક સેમસંગ ગેલેક્ષી 03S મોડલનો મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫૦૦૦/- ગણી શકાય.
(૬) એક રીયલમી કંપનીનો ૮ મોડલનો મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૧૦૦૦૦/-નો
(૭) એક મોટોરોલા કંપનીનો G+ મોડલનો મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૩૦૦૦/-નો
(૮) એક મોટોરોલા કંપનીનો 60 મોડલનો મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૭૦૦૦/-નો
(૯) એક ઓપ્પો કંપનીનો પિસ્તા જેવા કલરનો મોબાઇલ ફોન ।MB નંબર જાણી શકાયેલ નહી કિંમત રૂપિયા ૧૦,૦૦૦/-નો
(૧૦) એક સોનાની ચેઇન ૧૪.૮૫૦ ગ્રામ વજનની કિંમત રૂપિયા ૪૫,૦૦૦/-ની
(૧૧) રોકડા નાણા રૂપીયા ૨૧૦૦૦/- .
ઉપરોક્ત તમામ મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૧,૫૫,૦૦૦/-નો મુદ્દામાલ

આ કામગીરી કરનાર પોલીસ ટીમ :-

(૧) ડી.ડી.ગોહીલ પોલીસ ઇન્સપેકટર ઇસનપુર પોલીસ સ્ટેશન ;-માર્ગ દર્શન અને સુચના

(૨) ડી.જે.લકુમ પોલીસ સબ ઇન્સપેકટર ઇસનપુર પોલીસ સ્ટેશન-આરોપીને અટક કરનાર

(૩) અ.પો.કો દશરથભાઇ પરસોત્તમભાઇ સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન;-બાતમી

(૪) લોકરક્ષક ભરતભાઇ લક્ષ્મણભાઇ સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન;-બાતમી

(૫) અ.હે.કો કિશનભાઇ ભીખાભાઇ સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન;-આરોપી પકડવામા સાથે મદદ

(૬) અ.હેડ.કોન્સ જાકીરખાન મહેબુબખાન સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન;-આરોપી પકડવામા સાથે મદદ

(૭) અ.હેડ.કોન્સ કુલદિપસિહ હરૂભા સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન- આરોપી પકડવામા સાથે મદદ

(૮) અ.હેડ.કોન્સ પ્રભાતસિહ દેવુભા સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન- આરોપી પકડવામા સાથે મદદ

(૯) અ.પો.કો માનસંગભાઇ ગફલભાઇ સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન- આરોપી પકડવામા સાથે મદદ

(૧૦) અ.પો.કો મયુરસિહ રમેશભાઇ સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન;-આરોપી પકડવામા સાથે મદદ

(૧૧) અ.પો.કો મહાવીરસિહ રણજીતસિહ સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન;-આરોપી પકડવામા સાથે મદદ

(૧૨) અ.પો.કો વિજયભાઇ મગનભાઇ સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન;-આરોપી પકડવામા સાથે મદદ

(૧૩) લોકરક્ષક અનિરૂધ્ધસિહ જાલુભા સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન;-આરોપી પકડવામા સાથે મદદ

(૧૪) લોકરક્ષક કૃષ્ણસિહ રમેશભાઇ સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન;-આરોપી પકડવામા સાથે મદદ

(૧૫) લોકરક્ષક મનદિપસિહ નરવીનસિંહ સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન;-આરોપી પકડવામા સાથે મદદ

(૧૬) લોકરક્ષક રોહીતસિહ નટુભા સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન;-આરોપી પકડવામા સાથે મદદ.

Report by : Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon