મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વાલીઓ દ્વારા મતદાન માટે સંકલ્પ પત્રો ભરાયા.
તા.16/11/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મતદાન જાગરૂકતા અભિયાન અંતર્ગત જિલ્લાની શાળાઓ, કોલેજમાં રેલી તથા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાતા જાગૃતિ અભિયાન શરુ છે. વિવિધ વિધાનસભા મતવિસ્તારમાં ચાલી રહેલા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત લીંબડી તાલુકામાં જી.કે મંડળ સંચાલિત માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 'અવસર લોકશાહીનો' થીમ પર મતદાર જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વાલીઓ દ્વારા મતદાન કરવા માટેના સંકલ્પ પત્રો પણ ભરાયા હતા.જયશ્રી આઇ ખોડીયાર હાઇસ્કુલ- વિઠ્ઠલગઢ કુલ ૪૫ વિદ્યાર્થીઓએ શાળા સફાઈ, સ્લોગન સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ઉપરાંત શ્રી સરકારી માધ્યમિક શાળા,રેશમિયાના વિદ્યાર્થીઓએ વકૃત્વ તેમજ નિબંધ સ્પર્ધામાં તેમજ શ્રીમતી ડી. પી. શાહ હાઇસ્કૂલ, સુદામડાના વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધામાં ભાગ લઈ મતદાન જાગૃતિ માટે પહેલ કરી હતી.લીંબડીમાં સખીદા કોલેજમાં પણ પ્રિન્સીપાલ ડૉ. એસ.જી. પુરોહિતના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત કૉલેજના વિધાથીઁઓ, વિદ્યાર્થીઓના પરિવાર તથા સગાસંબંધી, પડોશીઓ, મતદાતાઓ દ્વારા પૂરેપુરુ મતદાન કરવા- કરાવવાના સંકલ્પ લેવામાં આવ્યા આવ્યા હતા. વિશેષમાં મતદાન જાગરૂકતા સંબંધિત વિષયને અનુલક્ષીને વકૃત્વ, નિબંધ લેખન સ્પર્ધા યોજાઇ હતી. કોલેજમાં કાર્યક્રમના માધ્યમથી મતદાતા જાગૃતિનો સંદેશ ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. મતદાતાઓને તેમના મતનું મૂલ્ય સમજાવી મતદાનના અધિકારના ઉપયોગ માટે મતદાન જાગરૂકતા માટે જિલ્લામાં શૈક્ષણિક વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.