*તંત્ર સફાળું જાગ્યું* ઇડરના દરામલી પાસે તંત્રએ ડાઈવર્ઝનના સાઈન બોર્ડ મૂક્યા, બે દિવસ પહેલાં રાત્રીએ અકસ્માતમાં ચારના મોત થયા હતા - At This Time

*તંત્ર સફાળું જાગ્યું* ઇડરના દરામલી પાસે તંત્રએ ડાઈવર્ઝનના સાઈન બોર્ડ મૂક્યા, બે દિવસ પહેલાં રાત્રીએ અકસ્માતમાં ચારના મોત થયા હતા


સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના દરામલી પાસે બે દિવસ પહેલાં રાત્રીએ યોગ્ય ડાઈવર્ઝનના અભાવે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના ચારના મોત થયા હતા. જેને લઈને તંત્ર સફાળું જાગ્યું છે અને આજે સ્ટેટ હાઈવેના સમારકામને લઈને રાત્રિએ દરમિયાન દેખાય તેવા ડાઈવર્ઝનના સાઈન બોર્ડ સહિતની કામગીરી હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર-ઇડર સ્ટેટ હાઈવે ડામર કામ ચાલી રહ્યું કે જેને લઈને એક તરફનો રોડ વન વે કરવામાં આવ્યો હતો. દરમિયાન બે દિવસ પહેલાં રાત્રીના સમયે ડાઈવર્ઝન યોગ્ય સાઈન બોર્ડ અને તેને લગતી યોગ્ય કામગીરી નહિ હોવાને લઈને કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના ચાર જણાના મોત થયા હતા. ઘટનાને 48 કલાક બાદ ઇડર માર્ગ અને મકાન વિભાગનું તંત્ર સફાળું જાગ્યું છે. હવે ડાઈવર્ઝન પહેલાં 50 મીટર પહેલા રોડ પર ડાઈવર્ઝન આગળ છે તે જાણકારીનું બોર્ડ સાથે ડાઈવર્ઝનના કટ પાસે પણ સાઈન બોર્ડ જે રેડીયમવાળા લગાવ્યા છે. આમ તંત્ર દ્વારા ઘટના બન્યા બાદ સાઈન બોર્ડ સહિતની ટ્રાફિકને લગતા સાઈન બોર્ડ લગાવવાનું શરુ કર્યું છે.

રિપોર્ટર . હસન અલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.