ગોઠીબ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રસૂતિ માટે સગર્ભા આવી પણ તબીબ ગેર હાજર - At This Time

ગોઠીબ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રસૂતિ માટે સગર્ભા આવી પણ તબીબ ગેર હાજર


મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે આવેલ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા તબીબ ગેર હાજર રહેતાં ગામજનોમાં ભારે રોષ જોવા મળી આવ્યો હતો
ગોઠીબ ગામે આવેલ પટેલ બ્રિક્સ નામના ઈંટો ના ભઠઠે કામ કરતાં એક શ્રમજીવી પરિવાર ની મહિલા ને પ્રસવ ની પીડા ઊપડતાં તેને તાત્કાલિક ગોઠીબ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવી હતી પરંતુ ત્યાં ફરજ ઉપર ના તબીબ હાજર ન રહેતા પરિવાર મુશ્કેલી માં મૂકાયો હતો
પ્રસવની પીડા થી કણસતી બાડુબેન મીણા ને અન્ય સ્ટાફે પ્રાથમિક સારવાર આપી અન્યત્ર ખસેડવા જણાવ્યુ હતું ગરીબ પરિવાર તાત્કાલિક ખાનગી દવાખાને સારવાર કરાવવા નીકળ્યો જ્યાં ગણતરી ની મિનિટો માજ એક બેબી નો જન્મ થયો હતો બાડુબેન મીણા તો લાંબુ આયુષ્ય લઈ આવ્યા હોય સદનશીબે તેઓ બચી ગયા હતા પરંતુ જો કોઈ ગંભીર કેશ આવે તો દર્દી જીવન મરણ વચ્ચે ઝોલા ખાય આદિવાસી વિસ્તાર માં આવેલા આ અંતરયાળ વિસ્તાર ના દવાખાના ની હાલત નો ચિતાર આરોગ્ય અધિકારીઓએ લેશે ખરા અને લેશે તો લીધા પછી આવા કેશો માં કોઈ પગલાં લેશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.