રાજકોટમાં 2007માં 51%, 2012માં 65% અને 2017માં 66% મતદાન નોંધાયું,2022ની ચૂંટણી નિર્ણાયક - At This Time

રાજકોટમાં 2007માં 51%, 2012માં 65% અને 2017માં 66% મતદાન નોંધાયું,2022ની ચૂંટણી નિર્ણાયક


વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર 3 દિવસ બાકી છે ત્યારે આ વર્ષે પ્રચાર પ્રસાર કે સભામાં કોઈ કારણોસર કરંટ જોવા નથી મળતો પરંતુ અંડર કરંટનો વાતાવરણ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. મતદાનની વાત કરીએ તો વર્ષ 2017માં રાજકોટ મહાનગરમાં આવતી ચાર બેઠકો ઉપર 66.17% જેટલું મતદાન નોંધાયું હતું જેમાં સૌથી વધુ રાજકોટ પશ્ચિમમાં 68.48% અને સૌથી ઓછું રાજકોટ ગ્રામ્યમાં 64.38% મતદાન નોંધાયું હતું. જો કે એ સમયે ભાજપ અને કોંગ્રેસની વચ્ચે લડાઈ હતી જેમાં ચારેય બેઠક પર ભગવો લહેરાયો હતો ત્યારે આ વર્ષે અંડર કરંટ અને ત્રિ-પાંખિયા જંગમાં મતોનું વિભાજન થતા પરિણામ રસપ્રદ હશે તે વાત નિશ્ચિત છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.