કાચા માલના ભાવ વધી જતાં ફાર્મા કંપનીઓના ખોરવાઈ રહેલા ગણિતો - At This Time

કાચા માલના ભાવ વધી જતાં ફાર્મા કંપનીઓના ખોરવાઈ રહેલા ગણિતો


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવારદવાઓ બનાવવા માટેની બલ્ક ડ્રગના ભાવમાં વધારો થતાં તથા બલ્ક ડ્રગ મોકલવા માટેના કન્ટેઈનર્સના ફ્રેઈટ-નૂર દરમાં વધારો થઈ જતાં ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝની કંપનીઓના ગણિતો ખોરવાઈ રહ્યા છે. તેને પરિણામે કેટલીક કંપનીઓનએ તેમના વિસ્તરણના આયોજનો અભેરાઈએ ચઢાવી દેવાની ફરજ પડી રહી છે.તેમાં વળી પેકેજિંગ મટિરિયલના ભાવમાં પણ ૭૫થી ૧૦૦  ટકાનો વધારો થઈ જતાં ફાર્મા કંપનીઓની સ્પર્ધાત્મકતા પણ અવળી અસર પડી રહી છે. તેની સીધી અસર ભારતમાંથી નિકાસકરવામાં આવતી જેનરિક દવાની નિકાસ પર પડી શકે છે. પેટન્ટનો સમય વીતી ગયો હોય તેવી જેનરિક  દવાઓ તૈયાર કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં મૂકીને કમાણી કરવામાં ભારત અને ગુજરાતના ફાર્મા ઉદ્યોગની માસ્ટરી છે. ભારતની જેનરિક દવાઓ અન્ય દેશની દવાઓ કરતાં સસ્તી હોવાથી વિશ્વના બજારમાં ભારતની જેનરિક દવાઓની ખપત વધારે છે.દવાઓ બનાવવા માટેના કાચા માલના ભાવમાં ૧૪૦થી ૧૫૦ ટકાનો વધારો આવી જતાં ફાર્મા ઉદ્યોગની હાલત કફોડીઅત્યારે ભારતના ફાર્મા ઇન્ડસ્ટ્રીઝના ઉત્પાદકો ૭૦ ટકા એપીઆઈ માટે ચીન પર નિર્ભર છે. હવે એપીઆઈના ભાવ ૧૨થી ૧૮ મહિનાઓમાં ૧૪૦થી ૧૫૦ ટકા વધી ગયા છે. તેમાંય ખાસ કરીને તાવની દવા માટે વપરાતા બલ્ક ડ્રગ અને પેઈન રિલીફ માટેની દવા બનાવવા માટેના બલ્કડ્રગને ભાવમાં ૧૩૦ ટકા સુધીનો વધારો થઈ ગયો છે. કોરોના કાળથી આ દવાઓની ડીમાન્ડ વધી જતાં તેના રૉ મયિરિયલના ભાવમાં પણ ૧૩૦ ટકા સુધીનો વધારો આવી ગયો છે. જીવનરક્ષક દવાઓ બનાવવા માટેના કાચા માલના ભાવમાં ૧૨૦ ટકાનો વધારો આવી ગયો છે. ચીન પર નિર્ભરતા વધારે હોવાથી પણ ચીન આ ભાવ વધારો કરીને ફાર્મા ઉદ્યોગોના ગણિતોને ખોરવી નાખવા માટે કુખ્યાત જ છે. તેથી જ ભારત સરકારે એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇનગ્રેડિયન્ટ્સના ઉત્પાદન માટે રૃા. ૧૦,૦૦૦ કરોડની પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમ મૂકી છે. આ યોજના જાહેર થયાને એકાદ વરસ થઈ ગયું છે. જોકે આ સ્કીમ હેઠળ ભારતમાં એપીઆઈ-એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સની ઉત્પાદન થતાં હજી થોડા વરસો લાગી જશે. ત્યાં સુધી ભારતની ફાર્માસ્યૂટિકલ ઇન્ડસ્ટ્રીઝ બલ્ક ડ્રગ એટલે કે એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ માટે ચીન પર હજીય નિર્ભર રહેવું પડશે. ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન-ઇડમાના ગુજરાતના પ્રમુખ શ્રેણિક શાહ કહે છે કે એક્ટિવ ફાર્માસ્યૂટિકલ્સ માટેની ચીન પરની નિર્ભરતા જતાં હજી થોડા વરસો લાગશે. ત્રણ ચાર વર્ષમાં તો એપીઆઈ બનાવવા માટેનું રિસોર્સ મટિરિયલ પણ ભારતમાં જ બનતું થઈ જશે. તેમ છતાંય અત્યારે એપીઆઈની અછત ફાર્માઉદ્યોગની કઠણાઈ વધારી રહી છે. એપીઆઈના સપ્લાયમાં ચીનની દાદાગીરી તોડવા માટે ભારત સરકાર સક્રિય બની ગઈ છે. આત્મનિર્ભર ન બને ત્યાં સુધી એપીઆઈના સપ્લાયની અનિયમિતતા ભારતના ફાર્મા ઉદ્યોગને અપસેટ કરતી રહેશે.બીજીતરફ પેકેજિંગ માટેના મટિરિયલના ભાવમાં પણ ૭૫થી ૧૦૦ ટકાનો વધારો આવી જતાં ફાર્મા કંપનીઓના કોસ્ટિંગ ઊંચા જઈ રહ્યા છે. આ ભાવ વધારાને કારણે કોવિડ પછી ઝડપથી વિકસવા માંડેલા ફાર્મા ઉદ્યોગની વિકાસનીગતિ પર બ્રેક લાગી છે. બીજીતરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધતા ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાને કારણે ફાર્મા ઉદ્યોગ પર પણ તેની અવળી અસર પડી છે. ફાર્મા પ્રોડક્ટ્સના ટ્રાન્સપોર્ટેશનના ખર્ચાઓ વધી ગયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.