જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામની ગૌચર જમીનના ખોટો વેચાણ કરાર બનાવનાર આરોપીને ઝડપી લેવાયો - At This Time

જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામની ગૌચર જમીનના ખોટો વેચાણ કરાર બનાવનાર આરોપીને ઝડપી લેવાયો


જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામની ગૌચર જમીનના ખોટો વેચાણ કરાર બનાવનાર આરોપીને ઝડપી લેવાયો

જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં આવેલી સરકારી ખરાબાની જમીનના ખોટા વેચાણ કરાર બનાવી સરકાર સાથે છેતરપિંડી કરનાર આરોપીને પંચકોશી એ. ડિવિઝન પોલીસે ગણતરી ના કલાકોમાં ઝડપી લીધો છે. જ્યારે આ પ્રકરણનો અન્ય મુખ્ય સૂત્રધાર જેલવાસ ભોગવી રહ્યો છે.

જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલુ એ ખોટો વેચાણ કરાર બનાવી તથા સરકારી જમીનો પર દબાણ કરનાર ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
જેથી નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા ના માર્ગદર્શન મુજબ પંચકોષી એ. ડિવીઝન ના પો.ઇન્સ એમ.એન.શેખ એ જામનગરના ચકચારી ગેંગરેપના આરોપી હુશેન ગુલમામદ શેખ અને તેના સાગરીતે મોટા થાવરીયા ગામની સરકારી ગૌચરની જમીન દબાણ કરી હતી. જે દબાણ દુર કરાવ્યુ હતું.

આરોપી હુશેન ગુલમામદ શેખે આરોપી અફઝલ સિદિક જણેજા સાથે મિલાપીપણુ કરી મોટા થાવરીયા ગામની ગૌચરની જમીનો ના ખોટો વેચાણ કરાર બનાવી સરકારી ગૌચરની જમીન પચાવી પાડવાના બદ ઇરાદે ગુન્હાહીત કાવતરુ રચી મોટા થાવરીયા ગ્રામ પંચાયત પાસેથી મકાન વેરા પહોંચ મેળવી ખોટા વેચાણ કરારનો ખરા તરીકે ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું.
જે અંગે જામનગરના પંચકોષી એ. ડિવીઝન માં
આઇ.પી.સી.ક.૧૨૦(બી),૪.૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ મુજબનો ગુન્હો દાખલ કરાયો છે, અને જાબુડા પાટીયા પાસે ઉપરોકત આરોપી અફઝલ સિદિક જુણેજા ઉભેલો છે, અને રાજકોટ જવા માટે વાહન શોધી રહ્યો છે.
જેથી તુરત ઉપરોક્ત જગ્યાએ આરોપી અફઝલને પકડી પંચકોશીએ ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને વધુ પુછપરછ હાથ ધરી છે. ત્યારે મુખ્ય સૂત્રધાર હુસેન શેખ ગેંગરેપના ગુનામાં જેલવાસ ભોગવી રહ્યો છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.