શ્રી સોમનાથ મંદિરમાં 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો નો હાઉસફુલ સાથે પુનઃ પ્રારંભ - At This Time

શ્રી સોમનાથ મંદિરમાં 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો નો હાઉસફુલ સાથે પુનઃ પ્રારંભ


શ્રી સોમનાથ મંદિરમાં 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો નો હાઉસફુલ સાથે પુનઃ પ્રારંભ

શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રિકો માટે 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો નો ચોમાસા બાદ આજે શુક્રવાર 25 ઓકટોબરથી પુનઃ પ્રારંભ થયો છે, અને પ્રથમ જ દિવસે શોને સમગ્ર રીતે હાઉસફુલ પ્રતિસાદ મળ્યો છે. આ શો પ્રથમ દિવસે જ વૃદ્ધો, યુવાનો અને બાળકોમાં ઉત્સાહ અને ભાવવિભોર પળો નિર્માણ કરવા સમર્થ રહ્યો છે.

સોમનાથ નો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો યાત્રિકોને શ્રીસોમનાથ તીર્થના ઈતિહાસથી માહિતગાર કરે છે, જે ચંદ્રદેવના તપથી ભગવાન સોમનાથના પ્રાગટ્યથી માંડીને શ્રીકૃષ્ણની અંતિમ લીલાઓ સુધીના પ્રભાસ તીર્થના ગૌરવશાળી કથાનું રોચક પ્રસ્તુતિકરણ છે. આધુનિક ટેકનોલોજીથી સુરચિત આ શો યાત્રિકોને આનંદ અને ધર્મનિષ્ઠાનો અનોખો અનુભવ કરાવે છે.

ચોમાસાના વિરામ બાદ શરૂ કરાયેલા આ શો માટે યાત્રિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શોનો સમય સાંજ આરતી પછી 7:45 અથવા 8:00 વાગ્યાનો હોય છે. શનિવાર, રવિવાર તથા તહેવારોના દિવસોમાં યાત્રિકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને બે શો યોજવામાં આવશે.

ટિકિટ વિગતો:
સાંજે 6:00 વાગ્યાથી ટિકિટ મંદિર પરિસરના બહાર ડિજિટલ કેશલેસ કાઉન્ટર પર ઉપલબ્ધ રહેશે.

સાંજે 6:30 વાગ્યાથી મંદિર પરિસરમાં સાહિત્ય કાઉન્ટર પાસે ટિકિટ કાઉન્ટર પર ટિકિટ મેળવી શકાશે.

જનરલ મેનેજર
શ્રી સોમનાથ ટ્રસ્ટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.